રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં પરસ્ત્રી સાથે સંબંધ રાખી પત્નીને ત્રાસ આપતા પતિ સહિત ત્રણ સામે કરાઇ ફરિયાદ

12:52 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને આલાભા દેવુભા વાઘાની 34 વર્ષની પુત્રી સોનલબેન વિજયભા માણેકને તેઓના લગ્ન જીવનના ત્રણ વર્ષ પછી તેણીના પતિ વિજયભા માણેકએ અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડો કરી, મારકૂટ કરી અને ઘરેથી કાઢી મૂકી હતી. આટલું જ નહીં, આ પ્રકારે શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપવા સાથે આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ફરિયાદી સોનલબેનના પતિ વિજયભાએ રેખા નામની એક પ્રેમિકા સાથે સંબંધ રાખી અને તેઓના બાળકોને છોડી અને વિજય તથા રેખા સાથે રહેતા હતા.
આ બાબતે સોનલબેને અવારનવાર સમજાવવા છતાં વિજય અને તેની કથિત પ્રેમિકાએ તેણી સાથે ઝઘડો કરી અને આ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈ દેવુભા દ્વારા મદદગારી કરતા આખરે પતિ સહિત આ ત્રણેય શખ્સોએ આપેલા ત્રાસથી કંટાળીને સોનલબેને પોતાના જાતે એસિડ ગટગટાવી લીધું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સોનલબેનની ફરિયાદ પરથી તેણીના પતિ વિજયભા માણેક, પ્રેમિકા તથા પ્રેમિકાના ભાઈ સામે આઈપીસી કલમ 498 (એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા - દ્વારકા ધોરી માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર બેહ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના એક બુલેટ મોટર સાયકલના ચાલકને ટ્રાફિક પોલીસે અટકાવતા બુલેટ ચાલક પોલીસની સૂચનાને અવગણીને બેફીકરાઈપૂર્વક અને ભયજનક રીતે નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરી અને ઝડપી પાડ્યો હતો.
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક પત્રકાર સોસાયટીમાં રહેતો કિશન ઉર્ફે ક્રિષ્ના દેવાભા મકવાણા નામનો 20 વર્ષનો હિન્દુ વાઘેર શખ્સ આ રીતના ડ્રાયવિંગ લાયસન્સ અને હેલ્મેટ પહેર્યા વગર પોલીસના ઈશારાને અવગણીને નાસી છૂટતા પોલીસે તેને ઝડપી લીધા બાદ તેની સામે આઈપીસી કલમ 129, 179 (1), 184, 3-181 વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Tags :
Abeen filed against three including the husbandComplaintDwarkahas
Advertisement
Next Article
Advertisement