For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યભરની જેલોમાં કુશળ કેદીઓનું દૈનિક વેતન વધારતી સરકાર

01:48 PM Dec 18, 2023 IST | Sejal barot
રાજ્યભરની જેલોમાં કુશળ કેદીઓનું દૈનિક વેતન વધારતી સરકાર

રાજ્યની જેલોમાં સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂૂપે સજા પુર્ણ કરી જેલમુકત થયા બાદ તેઓ સમાજમાં પુનવર્સન પામી શકે, તેઓને જેલ જીવન દરમ્યાન દૈનિક પ્રવૃતિ સાથે આર્થિક ઉપાર્જન મળે, તેમજ તેઓના કૌશલ્યનો પણ વિકાસ થાય, તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી સોંપી તૈયાર કરવામાં આવે છે. જેલ અધિકારી દ્વારા કેદીઓના મોઢા મીઠા કરાવાયા જામનગર સહિત રાજ્યની જેલોમાં રહેલા અને સજા પામેલા કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી શકે, તેઓને જેલજીવન દરમ્યાન દૈનિક પ્રવૃત્તિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓને કૌશલ્યનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી સોંપી તૈયાર કરવામાં આવે છે.
આ કામગીરીના ભાગરૂૂપે કેદીઓને વર્ગીકૃત કરી બિનકુશળ, અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બિનકુશળ કેદીઓ માટે 70 રૂૂપિયા., અર્ધકુશળ કેદીઓ માટે 80 રૂૂપિયા.અને કુશળ કેદીઓ માટે 100 રૂૂપિયા મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. જે રાજ્ય સરકારના માનવીય અભિગમ તથા અધિક પોલીસ મહાનિદેશકશ્રી ડો. કે. એલ. એન. રાવના અથાગ પ્રયત્નોથી સુધારો કરવામાં આવ્યો છે.
જેમાં સુધારો કરી બિનકુશળ કેદીઓ માટે 110 રૂૂપિયા., અર્ધકુશળ કેદીઓ માટે 140- રૂૂપિયા, અને કુશળ કેદીઓ માટે 170 રૂૂપિયા. કરવામાં આવ્યા છે. જે બાબતે જામનગર જીલ્લા જેલ અધિક્ષકશ્રી એમ. એન. જાડેજા દ્વારા અત્રેની જેલમાં કામ કરતા કેદીઓને જાણ કરીને તેઓને કરાયેલા વેતન વધારા બાબતે વાકેફ કરવામાં આવ્યા છે, અને કેદીઓને મોં મીઠુ કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement