શાહરૂખ-પ્રીતિ પછી અક્ષયકુમાર પણ બન્યો ક્રિકેટ ટીમનો માલિક
01:05 PM Dec 14, 2023 IST | Sejal barot
બોલિવૂડના ખિલાડી કુમારે સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. ફિલ્મોમાં જોવા મળતો અક્ષય કુમાર હવે ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. અક્ષય કુમાર પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પાસે ક્રિકેટ ટીમ છે. આની જાહેરાત કરતા ખિલાડી કુમારે એક લાંબી પોસ્ટ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું- શ્રીનગરમાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની નવી ટીમ ખરીદવામાં આવી છે. જે તેના પ્રકારની પ્રથમ ટેનર બોલ ટી-10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે સ્ટેડિયમમાં 2 માર્ચથી 9 માર્ચ, 2024 દરમિયાન રમાશે. તેણે કહ્યું- હું આઈએસપીએલ અને શ્રીનગરની ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. આ ટૂર્નામેન્ટ ક્રિકેટ જગતમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
Advertisement
Advertisement