રાણ ગામે મજૂરી સમયે કૂવામાં ભેખડ ધસી પડતા યુવાનનું મોત
12:38 PM Dec 11, 2023 IST
|
Sejal barot
Advertisement
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા દેવરામભાઈ પેથાભાઈ નકુમ નામના 35 વર્ષના સતવારા યુવાન શનિવારે સવારના સમયે તેમની વાડીના કૂવામાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક તેમના પર ભેખડ ધસી પડતા તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વેલાભાઈ પેથાભાઈ નકુમએ કલ્યાણપુર પોલીસને કરી છે.
Advertisement
Next Article
Advertisement