રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોડીનારના ગોવિંદપુર ભંડારિયા ગામે વીજકરંટથી 2 દીપડાનાં મોત

12:31 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

કોડીનાર તાલુકાના ગોવીંદપુર ભંડારીયા ગામે વીજ કરંટથી મૃત્યુ પામેલી હાલતમાં બે દીપડા નો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ ની પ્રાથમિક વિગત જોઈએ તો કોડીનાર તાલુકાના ગોવીંદપુર ભંડારીયા ગામે પ્રતાપભાઈ મેરૂૂભાઇ બારડ રહેવાસી સીંધાજ ની વાડી માં ઉભેલ શેરડી ના વાડ પાસે 2 દીપડા ના મૃતદેહ જોવા મળતા વાડી માલિકે વન વિભાગને જાણ કરતા વિભાગના જામવાળા રાઉન્ડના ફોરેસ્ટર એ.કે.અમીન,રાઉન્ડ ફોરેસ્ટર રવિભાઈ મોરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બન્ને દિપડાઓના મૃતદેહ ની આસપાસ નો વિસ્તાર કોર્ડન કરી તપાસ કરતા વાડી પાસે આવેલ એક મંદિરની નજીક વિશાળ પીપળા ના ઝાડ પાસે થી 11 કે.વી ની વીજ લાઈન પસાર થતી હોય તેમજ વાડી ની આસપાસ તપાસ કરતા બંને દીપડાઓના ફૂટમાર્ક પણ જોવા મળેલ તેમજ સાથે આ પીપળાના ઝાડ પર બંને દીપડાઓ ચડ્યા હોવાના નખના નિશાન પણ જોવા મળે છે. ત્યારે હાલ વન વિભાગ એ બંને દીપડાઓ ઇનફાઇટ દરમિયાન ઝગડતા ઝગડતા પીપળા ના ઝાડ પર ચડ્યા હોય તે સમયે જ બાજુમાંથી પસાર થતી 11 કે.વી ની વીજલાઇનમાં અડી જતાં બંને દીપડાઓના વીજ કરંટ થી કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે સ્થળ પરના ફૂટમાર્ક,ઝાડ પર મળેલા નખ ના નિશાન તેમજ જે જગ્યા પર વીજ કરંટ લાગ્યો તે વાયર પરથી દીપડાની ચામડીના રુવાટી ના નિશાન સહિતના અવશેષો કબ્જે કરી બંને દીપડાઓના મૃતદેહ ને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વનતંત્ર એ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
2 leopards died due to electrocution in Govindpur BhandariaKodinarofvillage
Advertisement
Next Article
Advertisement