For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ

12:21 PM Jun 29, 2024 IST | Bhumika
લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ
Advertisement

છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના લીલીયાના લોકો ગટરની સમસ્યાને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે લીલીયા ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતુ. જ્યારે સત્તાધીશ ભાજપ દ્વારા 10 હજાર કરોડની ગટર યોજના મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતુ.

હકીકતમાં છેલ્લા 7-8 વર્ષથી લીલીયાના બજારોમાં ગટરના ગંદા પાણીઓ વહી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

Advertisement

આખરે આજે વેપારીઓ અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને વ્યાપક પ્રતિસાદ સાંપડતા લીલીયા સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને પોતાનો ટેકો જાહેર કરીને સત્તાધીશ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વેપારી વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગટર માટે 10 કરોડની યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement