ઝુકેગા નહીં સાલા, પુષ્પા-2 6 ડિસેમ્બરે થશે રિલીઝ
નવા પોસ્ટરની ટેગલાઈનમાં તારીખ જાહેર
અલ્લૂ અર્જુનની પુષ્પા 2ની ખૂબ લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. પરંતુ તેના રિલીઝમાં મોડું થઈ રહ્યું હોવાથી ચાહકોમાં ક્યૂરીયોસિટી વધી રહી છે. પરંતુ હવે ફિલ્મ મેકર્સે તેની રિલીઝ ડેટને લઇ રાજ ખોલ્યું છે. જેમાં તેના પોસ્ટર મારફતે રિલીઝની જાણકારી આપી છે. આ પોસ્ટરમાં અલ્લૂ અર્જુન જુદા જ લૂકમાં જોવા મળી રહ્યો છે.
પુષ્પા 2: ધ રુલના નવા પોસ્ટરના ટેગલાઈનમાં લખ્યું છે કે, 100 દિવસમાં રુલ જુઓ મતલબ કે, આજથી 100 દિવસ બાદ આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. પોસ્ટરમાં રિલીઝ ડેટ 6 ડિસેમ્બર 2024 બતાવવામાં આવી છે.આ ફિલ્મમાં પુષ્પા અને ભંવર સિંહ વચ્ચે એક્શન જોવા મળી શકે છે. ફિલ્મ દર્શકોને થ્રિલિંગ સિનેમૈટિક એક્સપીરિયન્સ આપવાનું પણ કામ કરશે.
પ્રથમ ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ એક જોરદાર હિટ મૂવી રહી હતી. જેની સ્ટોરી, જબરદસ્ત એક્શન અને યાદગાર ડાયલોગના કારણે માટે સાઉથ જ નહીં પણ ભારત અને વિદેશના ચાહકોનું પણ દિલ જીતી લીધું હતું. તે બોક્સ ઓફિસની સાથે ક્રિટીકને પણ પસંદ આવ્યું હતું. તેના સોંગ અને ડાયલોગ્સથી લોકો પણ કનેક્ટ થયા હતા. આથી તેના બીજા ભાગને લઇ લોકોમાં ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
જો પુષ્પા 2ની સ્ટાર કાસ્ટની વાત કરવી હોય તો સુકુમારની આ મુવીમાં અલ્લૂ અર્જુનની સાથે ફહાદ ફાસીલ અને રશ્મિકા મંદાના મુખ્ય રોલમાં જોવા મળવાના છે. જેમાં અલ્લૂ અર્જુનની ભૂમિકા પાવરફુલ જોવા મળશે. અગાઉ તેનો સ્વભાવ રફ અને ટફ બતાવવામાં આવ્યો છે.