For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિલ્મ દિઠ 200 કરોડ વસુલતો યશ એક સમયે રૂા.50 કમાતો

11:05 AM Apr 14, 2025 IST | Bhumika
ફિલ્મ દિઠ 200 કરોડ વસુલતો યશ એક સમયે રૂા 50 કમાતો

આપણે એક એવા અભિનેતા વિશે વાત કરીશું કે જે કન્નડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધીત છે અને અત્યારે તેની ઓળખ માત્ર ભારત સુધી જ સીમિત નથી પરંતુ આખી દુનિયામાં છે. આ જલવો તેને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ KGF અને KGF 2 ના માધ્યમે બતાવ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ KGF ના રોકી ભાઈની, રોકી ઉર્ફે યશ આજે સૌથી વધારે ફી લેતા અભિનેતામાંથી એક છે, પરંતુ તે જ્યારે 300 રૂૂપિયા લઈને ઘરેથી બેંગલુરુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યો હતો.

Advertisement

8 જાન્યુઆરી 1986 ના રોજ કર્ણાટકના હસનમાં જન્મેલા યશનું શરૂૂઆતથી જ ફિલ્મ જગતમાં કરિયર બનાવવાનું સપનું હતું. પરંતુ તેના પિતા તેને સરકારી અધિકારી બનાવવા ઇચ્છતા હતા. બેંગલુરુ આવેલા યશને એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નોકરી મળી. પરંતુ તેને ટૂંક સમયમાં જ મોટો ઝટકો લાગ્યો કારણ કે બે દિવસના શૂટિંગ પછી ફિલ્મ બંધ થઈ ગઈ. આ બાદ તેને બેંગલુરુમાં એક થિયેટર ગ્રુપમાં બેકસ્ટેજ વર્કર તરીકે કામ કર્યું. અહીં, લોકોને ચા પીરસવા સિવાય તે અન્ય નાના-મોટા કામો પણ કરતો હતો. આ માટે તેને દરરોજ 50 રૂૂપિયા આપવામાં આવતા હતા.

યશે ટીવી સીરિયલ પઉત્તરાયણથ થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ બાદ તે પનંદગોકુલાથ નામની સિરિયલમાં દેખાયો. પછી તેને જમ્બાડા હુડુગી ફિલ્મમાં સાઈડ રોલ ભજવ્યો. આ પછી, તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ યશ જે સફળતા માટે તરસી રહ્યો હતો, તે તેને 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ KGF થી મળી. KGF એ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. આ ફિલ્મ માટે તેમને 15 કરોડ રૂૂપિયા ફી મળી હતી જેને 250 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. ત્યારે 2022 માં આવેલી KGF ચેપ્ટર 2 એક ઘણી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, જેને દુનિયાભરમાં 1200 કરોડથી વધુની કમાણી કરી અને યશને 30 કરોડ ફી ચૂકવવામાં આવી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement