અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?
અભિષેક બચ્ચનની એક ખાસ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતા નથી પરંતુ આ વખતે તેમણે એક એવી પોસ્ટ શેર કરી છે જે તેમના ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. અભિષેકે પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરતી કેટલીક પંક્તિઓ લખી છે, જેના પરથી ચાહકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે કે શું તે પોતાની લાગણીઓ શેર કરી રહ્યા છે કે પછી તેના આવનારા કોઈ ખાસ પ્રોજેક્ટનો સંકેત આપી રહ્યા છે.
અભિષેક બચ્ચનની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે હું એક વાર માટે ગાયબ થઈ જવા માંગુ છું, હું ફરીથી ભીડમાં મારી જાતને શોધવા માંગુ છું. મારી પાસે જે કંઈ હતું, મેં તે બધું મારા પ્રિયજનોને આપી દીધું છે હવે હું ફક્ત મારા માટે થોડો સમય ઇચ્છું છું તેમના આ શબ્દો ચાહકોના દિલને સ્પર્શી ગયા છે અને ઘણા લોકો આ પોસ્ટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાહકોમાં કોઈએ લખ્યું કે આ શબ્દો ખુબ જ સાચા છે, તો કોઈએ લખ્યું કે અભિષેકને એકલા પ્રવાસ પર જવું જોઈએ. ઘણા ચાહકો તો અભિષેકની વાતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ક્યારેક પોતાને માટે સમય કાઢવો જરૂૂરી બની જાય છે.