રેખાને નેશનલ એવોર્ડ અપાવનાર ઉમરાવ જાન 27મીએ થશે રીરિલીઝ
મુઝફ્ફર અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ખ્યાતનામ ફિલ્મ ‘ઉમરાવ જાન’ 27 જૂને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ગુણવત્તા સારી થઈ શકે એ માટે પ્રિન્ટને 4ઊંમાં રીસ્ટોર કરવામાં આવી છે.
ફિલ્મની રીરિલીઝની ઉજવણી માટે ડિરેક્ટર મુઝફ્ફર અલી એક લિમિટેડ એડિશનની કોફી-ટેબલ બુક પણ લોન્ચ કરી રહ્યા છે જે પઉમરાવ જાનથના નિર્માણની પડદા પાછળની ઝલક દર્શાવશે. આ કોફી-ટેબલ બુકમાં અગાઉ ક્યારેય ન જોવાયેલી તસવીરો, કોસ્ચ્યુમ સ્કેચ, કવિતાઓ અને સેટ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિનેપ્રેમીઓ, સિનેમાના વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિને જાણવા ઉત્સુક લોકો માટે ડિઝાઇન કરવામાં આવેલું આ પુસ્તક ફિલ્મની રિલીઝ પહેલાં ઉપલબ્ધ હશે. ‘ઉમરાવ જાન’ બોલીવુડની યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મ માટે રેખાને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મની વાર્તાની સાથે-સાથે એનાં ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યાં હતાં.