‘કનપ્પા’નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાં
10:55 AM Jun 17, 2025 IST | Bhumika
પ્રભાસનો ડેશિંગ રૂદ્ર અવતાર
Advertisement
ડાયનામિક હીરો વિષ્ણુ માંચૂનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ફિલ્મ કનપ્પાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર હોવાથી ફેન્સમાં તેની આતુરતા જોવા મળી રહી છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું આ ફિલ્મમાં બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર મહાદેવની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે પ્રભાસ રૂૂદ્ર અવતારમાં ડેશિંગ લાગી રહ્યો છે. વિષ્ણુ આ ફિલ્મમાં થિન્નાડુનો રોલ કરી રહ્યો છે, જેને ભક્ત કનપ્પાના નામે પણ ઓળખવામાં આવે છે. વિષ્ણુને એક નીડર યોદ્ધા તથા ધર્નુધારી તરીકે દર્શાવાયો છે જે ભગવાન શિવનો પરમ ભક્ત બને છે. ટ્રેલરમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં છે જેને ફેન્સે ખૂબ જ પસંદ કર્યા હોવાનું લાગી રહ્યું છે ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ છે જે કિરાતાના રોલમાં નજરે પડશે. 27 જૂને આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે .
Advertisement
Advertisement