’TOO MUCH’, કાજોલ અને ટિવન્કલ લાવશે બોલ્ડ અને બિન્દાસ ટોક શો
અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ટોક શો રજૂ થતા હોય છે. આવો જ એક રસપ્રદ ટોક શો ટુંક સમયમાં અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના લાવી રહી છે. આ ટોક શોક હાલ બોલીવુડની ગલીઓમાં ચર્ચાનો વિષય છે. આ ટોક શો વિશેની પ્રાથમિક માહિતી શેર કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓએ શેર કરી છે અને ત્યારથી જ આ શોને લઈને ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે.
જાણવા મળતી માહિતી અનુસાર અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના પ્રાઈમ વીડિયો પર એક ટોક શો હોસ્ટ કરતી જોવા મળશે. આ ટોક શો ટુંક સમયમાં ઓનએર કરવામાં આવશે. આ ટોક શોનું નામ TOO MUCH વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ છે. આ ટોક શો બોલ્ડ, બિંદાસ અને મજેદાર હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
TOO MUCH વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ ટોક શો વિશે જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ શોમાં બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ બંને અભિનેત્રીના મહેમાન બનશે. ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો હાલ ચર્ચા છે કે કાજોલ અને ટ્વિંકલના આ શોમાં શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના કલાકારો જોવા મળશે. આ ટોક શો પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. ઝજ્ઞજ્ઞ ખીભવ વિથ કાજોલ એન્ડ ટ્વીંકલ ટોક શોમાં કુલ આઠ એપિસોડ હશે. ચર્ચા છે કે આ ટોક શો વર્ષ 2025 ના અંતમાં રિલીઝ થશે. હાલ આ ટોક શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર શોની હોસ્ટ કાજોલ અને ટ્વીંકલ ખન્ના તેના મહેમાનો સાથે મોસ્ટ અનફિલ્ટર્ડ ચર્ચાઓ કરશે જે આ શો ને બોલ્ડ અને મજેદાર બનાવશે. આ શોની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી.