For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેક્લિનના ચાહકોને એક-એક કરોડના 10 ફલેટ આપશે ઠગ સુકેશ ચંદ્રશેખર

11:01 AM Jul 31, 2025 IST | Bhumika
જેક્લિનના ચાહકોને એક એક કરોડના 10 ફલેટ આપશે ઠગ સુકેશ ચંદ્રશેખર

જેકલિન ફર્નાન્ડિસ ઘણી વાર ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાવાને કારણે ચર્ચામાં રહે છે. જેકલિને અનેક વાર જાહેરમાં સ્પષ્ટતા કરી છે કે બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ સુકેશ તક મળે ત્યારે જેલમાંથી જેકલિન પ્રત્યેના પોતાના પ્રેમનું પ્રદર્શન કરતો રહે છે.

Advertisement

હવે ફરી એક વાર તેણે આવું જ કંઈક કર્યું. જેકલિન ફર્નાન્ડિસનું લેટેસ્ટ ગીત દમ દમ જોયા બાદ તેણે ઍક્ટ્રેસના ચાહકો માટે ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે.

સુકેશ ચંદ્રશેખરે હવે જેકલિન ફર્નાન્ડિસના નામે એક પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે મેં તારું નવું ગીત દમ દમ જોયું છે. એ મને ખૂબ જ પસંદ આવ્યું. ગીતની દરેક લાઇનને મેં મારી જાત સાથે અને આપણી સ્ટોરી સાથે જોડીને એનો અહેસાસ કર્યો. ગીતની આ લાઇન તેરે બિના નિકલે હૈ દમ-દમ, સાંસેં હૈં સીને મેં કમ-કમ... આપણી વર્તમાન સ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે બેબી. તારી પાસે ઘણાં ગીતો આવતાં હશે, પરંતુ તેં આપણી વાર્તા માટે ર્ફેક્ટ ગીત પસંદ કર્યું. આ તારો મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એટલું જ નહીં, સુકેશે ગીતને પ્રમોટ કરવા માટે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. સુકેશે ગર્લફ્રેન્ડ જેકલિનના ચાહકો માટે લકી ડ્રોની જાહેરાત કરી છે. સુકેશે પોતાના પત્રમાં લખ્યું, હવે મારો વારો છે બેબી... હું આ ગીતને 2025નું સૌથી લોકપ્રિય ગીત બનાવી દઈશ. હું આ મ્યુઝિક-વિડિયોની કમેન્ટમાંથી 10 લકી યુઝર્સને પસંદ કરીને ફુલી ફર્નિશ્ડ 2 BHK ફ્લેટ આપીશ જેની દરેકની કિંમત 1 કરોડ રૂૂપિયા હશે. બરાબર 90 દિવસ પછી એક ઑનલાઇન લકી ડ્રો યોજાશે જેમાં 10 લવલી ફેન્સને નવું ઘર મળશે. દુનિયા આ ઘટનાને લાઇવ જોશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement