OTT પર મનોરંજનથી ભરપૂર રહેશે અઠવાડિયું, ફિલ્મો-સિરીઝનો રસથાળ
આ અઠવાડિયામાં OTT પ્લેટફોર્મ પર એક્શન-થ્રિલર અને રોમાન્સનો વરસાદ થશે કારણ કે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ યાદીમાં આર. માધવનની ફિલ્મથી લઈને કે.કે. મેનનની વેબ સિરીઝનું નામ સામેલ છે.
મલયાલમ ફિલ્મ મૂનવોક આજે મંગળવારના જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન વિનોદ એકે દ્વારા કરવામાં આવ્યું છે. ડાન્સ થીમ પર આધારિત, આ ફિલ્મની કહાની એક છોકરા અને તેના મિત્રોની આસપાસ ફરે છે.
જિયામ 9 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ એક થાઈ ઝોમ્બી-એક્શન ફિલ્મ છે જેમાં એક્શનની સાથે હોરરનો પણ તડકો છે. જો તમને ઝોમ્બી પ્રકારની ફિલ્મો ગમે છે તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
11 જુલાઈના રોજ વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સ 2 OTT પ્લેટફોર્મ Jio Hotstar પર રિલીઝ થઈ રહી છે. આ સિરીઝનો પહેલો ભાગ ખૂબ જ સફળ સાબિત થયો હતો. કે.કે. મેનન અને કરણ ટેકરની જોડી આ સિરીઝમાં ફરી જોવા મળશે.
આર. માધવન અને સના ફાતિમા શેખની ફિલ્મ આપ જૈસા કોઈ 11 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે, જેની કહાની એક સંસ્કૃત શિક્ષક અને ફ્રેન્ચ શિક્ષક વચ્ચેના સંબંધની આસપાસ ફરે છે.
સાઉથ અભિનેતા ટોવિનો થોમસની ફિલ્મ નારીવેટ્ટા OTT પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ થશે. તમે આ ફિલ્મ 11 જુલાઈથી જોઈ શકો છો. ફિલ્મની કહાની 2003ના મુથંગા ઘટનાથી પ્રેરિત છે, જેનું નિર્દેશન અનુરાજ મનોહર દ્વારા કરવામાં આવ્યું છે.