ક્રિમિનલ જસ્ટિસની નવી સિઝન 29 મેથી જીઓ હોટસ્ટાર પર
પંકજ ત્રિપાઠી ફરી વકીલ માધવ મિશ્રાની ભૂમિકામાં
ક્રિમિનલ જસ્ટિસની પહેલી સીઝન દેશના વિવિધ પડદા પર આવી ત્યારથી અભિનેતા પંકજ ત્રિપાઠી દ્વારા વકીલ માધવ મિશ્રાની ભૂમિકાએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. લાંબા સમય સુધી રાહ જોયા બાદ આ શો એક નવી અને રોમાંચક સીઝન સાથે પાછો આવી રહ્યો છે, જેમાં સ્ટોરી વધુ વ્યક્તિગત અને વિકૃત બનશે, તેથી તેનું નામ અ ફેમિલી મેટર રાખવામાં આવ્યું છે.
ક્રિમિનલ જસ્ટિસની નવી સીઝનનું ટ્રેલર JioHotstar એ રિલીઝ કર્યું છે, અને માધવ ફરીથી મોહમ્મદ ઝીશાન અયુબ દ્વારા ભજવવામાં આવેલા તેના ક્લાયન્ટ ડો. રાજ નાગપાલનો બચાવ કરવાનો પ્રયાસ કરી એક મુશ્કેલ લડાઈ લડશે.
ક્રિમિનલ જસ્ટિસના ટ્રેલરની શરૂૂઆતમાં આપણને કેસનો પરિચય કરાવવામાં આવે છે, અને રાજ પર તેની ગર્લફ્રેન્ડ રોશની સલુજાની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવે છે, જેનું પાત્ર આશા નેગી ભજવી રહી છે. રાજ પહેલેથી જ પરિણીત છે, અને તેની પત્ની અંજુ, જેનું પાત્ર સુરવીન ચાવલા ભજવી રહી છે, તે માધવની મદદ લે છે. વકીલ કેસથી પરિચિત થતાં તે તેના ક્લાયન્ટને ખાતરી આપે છે અને કહે છે, આ યુદ્ધમાં હું તારી તલવાર, ઘોડો અને ઢાલ છું. રાજ સ્પષ્ટતા કરે છે કે તેણે રોશનીને મારી નથી, અને તે ખરેખર તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે લોહીથી લથપથ તેના શરીર પર પકડી રાખેલો ફોટો બતાવામાં આવે છે.
ક્રિમિનલ જસ્ટિસમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત, સિરીઝના કલાકારોમાં મોહમ્મદ ઝીશાન અયુબ, સુરવીન ચાવલા, આશા નેગી, ખુશ્બુ અત્રે, બરખા સિંહ, કલ્યાણી મુલય અને શ્વેતા બાસુ પ્રસાદનો સમાવેશ થશે. આ સિરીઝ 29 મેથી JioHotstar પર સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ થશે.