For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે રિલીઝ થશે પોણા ચાર કલાકની બાહુબલી: ધ એપિક

10:40 AM Oct 30, 2025 IST | admin
કાલે રિલીઝ થશે પોણા ચાર કલાકની બાહુબલી  ધ એપિક

શુક્રવારે બાહુબલી: ધ એપિક રિલીઝ થઈ રહી છે, જેમાં બાહુબલી સિરીઝની બંને ફિલ્મ એકસાથે લાવવામાં આવી રહી છે. જેમાં 2015માં આવેલી બાહુબલી: ધ બિગિનિંગ અને 2017માં આવેલી બાહુબલી 2 -ધ ક્ધક્લ્યુઝનને એક જ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. પહેલી બાહુબલી ફિલ્મ રિલીઝ થઈ તેની દસ વર્ષની ઉજવણીના ભાગરૂૂપે આ રીતે કોઈ બે ફિલ્મ એકસાથે રિલીઝ થતી હોય એવી દુનિયાની કદાચ આ એકમાત્ર ઘટના છે.

Advertisement

કેટલાક ફિલ્મ દર્શકો અને ઇન્ડસ્ટ્રીના લોકોએ આ અંગે શંકા પણ વ્યક્ત કરી હતી કે લોકો થિએટરમાં જઇને ફરી આ ફિલ્મ જોશે કે નહીં કારણ કે તે લોકોએ આ ફિલ્મ અત્યાર સુધીમાં એકથી વધુ વખત જોઈ લીધી છે. જોકે, આ શંકાઓ અને ડરને જવાબ મળી ગયો છે. કારણ કે સાઉથ અને વિદેશોમાં પણ આ ફિલ્મના એડવાન્સ બૂકિંગ પણ થઈ ગયા છે, ખાસ તો તેલુગુ ઓડિયન્સનો આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ એવી ચર્ચા છે કે આ એક ફિલ્મની લંબાઈ 3 કલાક અને 45 મિનિટ છે.

એવા અહેવાલ છે કે, તેમાંથી સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બાહુબલી:ધ એપિકનો ઇન્ટરવલ પહેલાનો ભાગ 1 કલાક 42 મિનિટ 33 સેક્ધડ લાંબો છે, જ્યારે બીજો ભાગ બે કલાકથી પણ લાંબો છે, તેથી ફિલ્મના ઇન્ટરવલ પછીના ભાગની લંબાઈ 2 કલાક 3 મિનિટ અને 11 સેક્ધડ છે. આમ આ ફિલ્મની કુલ લંબાઈ 3 કલાક 45 મિનિટ અને 44 સેક્ધડ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement