રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

"ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ” ફિલ્મ વિવાદનો વંટોળ સર્જશે?

12:18 PM Aug 19, 2024 IST | admin
Advertisement

30 ઓગસ્ટના સિનેમાધરોમાં રિલીઝ થશે

Advertisement

હિન્દી સિનેમામાં ઘણીવાર સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મો બની છે. આ માટે થઈને મેકર્સને ઘણીવાર વિવાદોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક દ્રશ્યો હટાવવાની પણ માંગ પણ કરવામાં આવતી હોય છે. ધ કેરળ સ્ટોરી બસ્તર, ધ નક્સલ સ્ટોરી આવી કેટલીક ફિલ્મો છે. હવે આ સિરીઝમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ કરવામાં આવ્યું છે જે થોડા દિવસોમાં રિલીઝ થવા જઇ રહી છે.

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ રિલીઝ પહેલા અને પછી વિવાદોનો સામનો કરી રહી હતી, પરંતુ તેનો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ સિરીઝમાં, હવે પશ્ચિમ બંગાળ પર આધારિત એક ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઇ રહી છે.

નિર્દેશક સનોજ મિશ્રાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ બંગાળની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હશે, જેમાં હિન્દુ વિરુદ્ધ હિંસા, લવ જેહાદ અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી કથળતી કાયદો અને વ્યવસ્થા બતાવવામાં આવશે. એટલે કે પશ્ચિમ બંગાળના લોકોની સમસ્યાઓ મોટા પડદા પર બતાવવામાં આવશે.

ડાયરેક્ટર સનોજ મિશ્રાએ આ વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મને રિલીઝ કરવા માટે અમારે જે મહેનત કરી હતી તેના કરતાં વધુ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને ફરીથી શૂટ કરવા પડ્યા હતા. અમે પહેલા જ ફિલ્મને સેન્સર બોર્ડને રિવ્યુ માટે આપી દીધી હતી, જેમાં અમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. આખરે અમારી ફિલ્મને ચારે બાજુથી રિલીઝ માટે લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ 30 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ માટે મેકર્સને ઘણી મહેનત કરવી પડી હતી. અગાઉ સેન્સર બોર્ડ આ ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપતું ન હતું.

Tags :
EntertainmentEntertainmentnewsindiaindia news
Advertisement
Next Article
Advertisement