For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન સહિત પરિવારને ખતમ કરવા માગે છે બિશ્નોઇ લોરેન્સ ગેંગ

12:37 PM Aug 05, 2024 IST | admin
સલમાન સહિત પરિવારને ખતમ કરવા માગે છે બિશ્નોઇ લોરેન્સ ગેંગ

સલમાનના ભાઇ અરબાઝ ખાનનો ચોંકાવનારો ખુલાશો

Advertisement

થોડા સમય પહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. ત્યારબાદ સલમાન ખાન ફાયરિંગ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ તેમના ઘરની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. હવે આ મામલે અરબાઝ ખાનનું નિવેદન સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાન વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડી રહી છે.

મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલ 2024ના રોજ વહેલી સવારે ગોળીબાર થયો હતો. હવે આ મામલે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને તેમનું નિવેદન નોંધ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા અરબાઝ ખાનના નિવેદનમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. અરબાઝ ખાને જણાવ્યું છે કે 14 એપ્રિલે લોરેન્સ વિશ્નોઈના શૂટરોએ તેના માતા-પિતાના ફ્લેટ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

Advertisement

જ્યારે ફાયરિંગ થયું ત્યારે તેના માતા-પિતા અને ભાઈ સલમાન ખાન ઘરમાં હાજર હતા. હવે આ મામલામાં અરબાઝ ખાને પોતાનું નિવેદન નોંધ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અગાઉ બે અજાણ્યા લોકોએ ખોટું નામ આપીને તેના પનવેલ ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અરબાઝ ખાને પણ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તેને અને તેના પરિવારને મારી નાખવા માટે સતત નિશાન બનાવી રહી છે. આ પહેલા પણ લોરેન્સ અને તેની ગેંગના સભ્યો તેને અને તેના પરિવારને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સમયાંતરે ધમકીઓ આપતા રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement