ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થલાપતિ વિજયનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા નિર્ણય

01:33 PM Sep 16, 2024 IST | admin
Advertisement

રાજનીતિ કેરિયરમાં ધ્યાન આપશે

Advertisement

સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજય હવે ફિલ્મો દુનિયામાં નજર આવશે નહિ. અભિનેતાએ ફિલ્મ લાઈન છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત ખુબ અભિનેતાના પ્રોડકશન હાઉસે એક વીડિયોની જાહેરાત કરીને કરી છે. આ વીડિયોમાં થલાપતિની ફિલ્મ જર્નીની એક નાનકડી ઝલક દેખાડવામાં આવી છે. જેને જોયા બાદ ચાહકો ખુબ ઈમોશનલ થઈ રહ્યા છે.કેટલાક લોકો આ વાતથી પરેશાન થઈ રહ્યા છે. થલાપતિની દરેક ફિલ્મ સુપરહિટ અને બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે અને અચાનક તેમણે આ મોટો નિર્ણ લીધો છે.

થલાપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મ થલાપતિ 69ની જાહેરાત કરી છે. આ ફિલ્મની રિલીઝ બાદ સુપરસ્ટારે ઈન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટની વાત માનીએ તો થલાપતિ વિજય ફિલ્મોથી દુર થઈ હવે રાજનીતિ કરિયરમાં ધ્યાન આપવા માંગે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા અભિનેતાએ પોતાની પાર્ટી તમિઝગા વેત્રી કઝગમ બનાવી હતી. હાલમાં તેમની પાર્ટીએ ફ્લેગ પણ લોન્ચ કર્યો છે.થાલાપતિએ કહ્યું હતું કે તેમની પાર્ટી 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે.

Tags :
EntertainmentEntertainmentnewsindiaindia newsquit the film industry
Advertisement
Next Article
Advertisement