મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે સ્ટાર શાહરૂખ ખાન
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનની જેમ તેમનો વૈભવી બંગલો મન્નત પણ લોકપ્રિય છે. લોકો કિંગ ખાનના ઘરની બહાર ઉભા રહે છે અને ફોટા પડાવે છે. તો બીજી તરફ, શાહરૂૂખ ખાન આ મન્નતની બાલ્કનીમાંથી ચાહકોને અનેકવાર પોતાની ઝલક બતાવે છે. પરંતુ હવે આ થોડા સમય માટે થવાનું નથી કારણ કે શાહરૂૂખ ખાન પોતાના પરિવાર સાથે મન્નત છોડીને બીજે ક્યાંક શિફ્ટ થઈ રહ્યો છે. શાહરૂૂખ ખાન, ગૌરી ખાન, આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ આ વર્ષે મે મહિના પહેલા મન્નત છોડીને બાંદ્રાના પાલી હિલમાં શિફ્ટ થશે.
વાસ્તવમાં, મન્નતમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે સુપરસ્ટાર ભાડાના મકાનમાં શિફ્ટ થઈ રહ્યો છે. શાહરૂૂખ ખાને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની પાસેથી ચાર માળનું એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. તે બે વર્ષ સુધી તેના પરિવાર સાથે અહીં રહેશે. આ એપાર્ટમેન્ટ માટે કિંગ ખાન ભગનાનીને દર મહિને 24 લાખ રૂૂપિયા ભાડું ચૂકવીશું.
ગયા વર્ષે નવેમ્બરમાં, ગૌરીખાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી મન્નતની પાછળના ભાગમાં બે માળ બાંધવાની પરવાનગી માંગી હતી. જો આ વધારાના માળ બનાવવામાં આવે તો ઘરનો વિસ્તાર 616.02 ચોરસ મીટર વધશે. તેની કિંમત ઓછામાં ઓછી 25 કરોડ રૂૂપિયા હોઈ શકે છે. શાહરૂૂખ ખાને વર્ષ 2001 માં મન્નત બંગલો ખરીદ્યો હતો. તેને ગ્રેડ થ્રી હેરિટેજનો દરજ્જો મળ્યો છે અને તેથી તેમાં કોઈપણ ફેરફાર કરવા પર ચોક્કસ નિયંત્રણો છે. તેમા ફેરફાર કરવા માટે મંજૂરી લેવી પડે છે. આવી સ્થિતિમાં, શાહરૂૂખ ખાને ઘરની પાછળ 6 માળની ઇમારત બનાવી છે જેને મન્નત એનેક્સી કહેવામાં આવે છે.