સોનાક્ષી સિન્હાની નવી ફિલ્મ નિકિતા રોય 30 મેએ રિલીઝ થશે
સાઈકોલોજિકલ થ્રીલર ફિલ્મમાં અર્જુન રામપાલ, પરેશ રાવલ પણ જોવા મળશે
સોનાક્ષી સિન્હાની બહુપ્રતીક્ષિત સાઇકોલોજિકલ થ્રિલર નિકિતા રોય ફિલ્મની રિલીઝ ડેટ હવે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 30 મે, 2025ના રોજ થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. તાજેતરમાં મેકર્સ દ્વારા ફિલ્મનું એક નવું આકર્ષક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઓફિશિયલ રિલીઝ ડેટનો પણ ખુલાસો થયો છે.
આ ફિલ્મના કાસ્ટ જોઇએ તો સોનાક્ષી સિન્હા, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહૈલ નય્યર જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન કુશ એસ સિન્હાએ કર્યું છે અને આ ફિલ્મ એક ચિલિંગ અને ઈમર્શિવ અનુભવ કરાવશે. જે સાઇકોલોજીકલ થ્રિલર અને માનવ મનના ગ્રે એરિયાઓને શોધે છે.
નિકિતા પાઈ ફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બનેલી ફિલ્મ નિકિતા રોયનું નેતૃત્વ કિંજલ અશોક ઘોણે દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં નિકી ખેમચંદ ભગનાની, વિક્કી ભગનાની, અંકુર ટકરાણી, દીનેશ રતીરામ ગુપ્તા અને ક્રેટોસ એન્ટરટેઈનમેન્ટનો સહયોગ છે. ફિલ્મના રાઇટર અને સ્ક્રિનપ્લે પ્રસિદ્ધ થ્રિલર લેખક પવન કૃપલાની છે. મે મહિનાના અંતમાં નિકિતા રોયને મોટા પડદે જોઈ શકશે.