For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિતારે ઝમીન પર માત્ર થિયેટરમાંજ થશે રિલીઝ

10:49 AM Jun 05, 2025 IST | Bhumika
સિતારે ઝમીન પર માત્ર થિયેટરમાંજ થશે રિલીઝ

આમિર ખાન હાલમાં તેની ખૂબ જ રાહ જોવાતી કમબેક ફિલ્મ સિતારે ઝમીન પરની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ 2007ની ફિલ્મ તારે ઝમીન પરની સીક્વલ છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સથી પ્રેરિત છે. હાલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે થિયેટરમાં રિલીઝ થયા પછી સિતારે ઝમીન પર કોઈ OTT પ્લેટફોર્મ પર નહીં આવે પણ યુટ્યુબ પર પે-પર-વ્યુ દ્વારા ઉપલબ્ધ થશે.

Advertisement

આ મામલે હવે આમિરે સ્પષ્ટતા કરી છે કે સિતારે ઝમીન પર 2025ની 20 જૂને ફક્ત થિયેટર્સમાં જ રિલીઝ થશે. તેણે એક પોડકાસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે પમેં આ વિશે ઘણી બધી થિયરીઓ વાંચી છે, ફિલ્મ રિલીઝ કરવા માટે અલગ-અલગ પ્રસ્તાવો આવ્યા છે, પરંતુ હું બધાને સાઇડમાં રાખી રહ્યો છું.

અત્યારે હું ફક્ત થિયેટર-રિલીઝ પર ધ્યાન આપી રહ્યો છું. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ફિલ્મો થિયેટરમાં રિલીઝ થયા પછી માત્ર 4-6 અઠવાડિયાંમાં OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઈ જાય છે, જેની બોક્સ-ઑફિસ પર નોંધપાત્ર અસર થાય છે. એક સમય હતો જ્યારે ફિલ્મો OTT પર છ મહિના પછી આવતી હતી, પણ હવે થોડાં અઠવાડિયાંમાં આવી જાય છે. મને આ માફક નથી આવતું. હું જો OTT માટે કોઈ ક્ધટેન્ટ બનાવીશ તો હું એને સીધી OTT પર લઈ આવીશ. સિતારે ઝમીન પર ફક્ત થિયેટરમાં જ આવશે. મને OTT પ્લેટફોર્મ માટે ઘણી ઑફર મળી છે, પણ મેં બધાને ખૂબ આદરપૂર્વક ના પાડી દીધી છે. આગળનો કોઈ નિર્ણય હજી નથી લીધો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement