For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

10:44 AM Aug 14, 2025 IST | Bhumika
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી  60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

Advertisement

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધઈ છે. જોકે રાજ કુન્દ્રાનો વિવાદો સાથે લાંબા સમયથી સંબંધ છે. પરંતુ આ વખતે તેમની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ તેમની સાથે મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. શિલ્પા, રાજ કુન્દ્રા ઉપરાંત, એક અજાણ્યા વ્યક્તિ સામે 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આર્થિક ગુના શાખા (EOW)એ મુંબઈના એક ઉદ્યોગપતિ પાસેથી 60.48 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. વાસ્તવમાં, આ કેસ શિલ્પા અને રાજની બંધ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે લોન અને રોકાણ સોદા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

Advertisement

શું છે આખો મામલો?

ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે તેમણે તેમને 2015-2023 ની આસપાસ વ્યવસાય વિસ્તરણ માટે 60.48 કરોડ આપ્યા હતા. પરંતુ તેમણે તે વ્યક્તિગત ખર્ચ તરીકે ખર્ચ્યા હતા. એટલું જ નહીં, દીપક કોઠારીએ એવો પણ દાવો કર્યો હતો કે તે 2015 માં એક એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે બંને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા શેટ્ટી પાસે કંપનીમાં 87 ટકાથી વધુ શેર હતા.

તે જ સમયે, તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજેશ આર્યએ કંપની માટે 12 ટકા વાર્ષિક વ્યાજ પર 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી. પરંતુ ઊંચા કરથી બચવા માટે, તેમણે આ પૈસા રોકાણ કરવાનું સૂચન કર્યું. ત્યારબાદ એક બેઠક યોજાઈ અને પૈસા સમયસર પરત કરવામાં આવશે તેવા વચન સાથે સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

લોન ક્યારે લેવામાં આવી?

માહિતી અનુસાર, આ સોદા માટે તેમના દ્વારા 60.48 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. તે જ સમયે, 3.19 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. કોઠારી કહે છે કે શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016 માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. પરંતુ થોડા મહિના પછી એટલે કે સપ્ટેમ્બરમાં, તેમણે કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી તરત જ કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પ્રકાશમાં આવ્યો.

તેમનું કહેવું છે કે તેમણે વારંવાર પૈસા પાછા માંગ્યા છે. પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારબાદ કોઠારીએ પોતાની ફરિયાદમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર 2015-2023 દરમિયાન કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે વ્યવસાયિક હેતુ માટે પૈસા માંગ્યા હતા અને તેને વ્યક્તિગત ખર્ચ પર ખર્ચ્યા હતા.

શિલ્પાના વકીલે શું કહ્યું?

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઓક્ટોબર 2024 માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે કોઈ ગુનાહિતતા નથી અને તેમણે EOWને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement