સ્ટુડન્ટ ઓફ ધ યર-3 વેબ સિરીઝમાં શનાયાનો ડબલ રોલ
શનાયા માટે લીડ રોલ નિભાવવાનો પડકાર
આંખો કી ગુસ્તાખિયાં થી અભિનયની શરૂૂઆત કરનાર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર, સ્ટુડન્ટ ઓફ ધ યર ફ્રેન્ચાઇઝના આગામી ચેપ્ટરમાં કેન્દ્ર સ્થાને રહેવાની છે. તાજેતરના અહેવાલો મુજબ, શનાયા ત્રીજા ભાગમાં લીડ રોલ કરશે, જે થિયેટર રિલીઝ ફિલ્મને બદલે વેબ-સિરીઝ તરીકે તૈયાર થશે પ્રથમ ભાગથી વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, જ્યારે બીજી ફિલ્મથી અનન્યા પાંડે અને તારા સુતારિયા ચર્ચામાં આવ્યાં, જેમાં ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતો.
આગામી વેબ-સિરીઝનો હેતુ નવી કલાકારોને લોંચ કરવાનો સિલસિલો ચાલુ રાખવાનો છે, જેમાં શનાયા હવે મોખરે છે. શનાયા આ સિરીઝમાં ડબલ રોલ ભજવશે, જે સ્ટોરીને વધુ રસપ્રદ અને મજાની બનાવશે. આ પાત્ર સ્ટોરીને એક નવો વળાંક આપશે તેવી અપેક્ષા છે, જ્યારે શનાયા તેની અભિનય ક્ષમતા પણ બતાવી શકશે અને તેના માટે ડબલ રોલ કરવો એક પડકાર પણ રહેશે. આ સિરીઝની આગળની ફિલ્મની જેમ, વેબ-સિરીઝ રોમાંસ, મિત્રતા અને મહત્વાકાંક્ષાના વિષયોને એકસાથે ગૂંથશે તેવી અપેક્ષા છે, આ સિરીઝમાં પણ કલાકારોની સ્ટુડન્ટલાઇફની વાત કરવામાં આવશે, જેઓ તેમના જીવનના મહત્વના પડાવ પર છે અને જીવનના ચડાવ ઉતારનો સામનો કરે છે.