For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘મુફાસા-ધ લાયન કિંગ’માં શાહરૂખ પ્રથમ વખત બંને દીકરા સાથે કામ કરશે

12:22 PM Aug 14, 2024 IST | admin
‘મુફાસા ધ લાયન કિંગ’માં શાહરૂખ પ્રથમ વખત બંને દીકરા સાથે કામ કરશે

શાહરૂખ, આર્યન અને અબ્રામ ફિલ્મ માટે અવાજ આપશે

Advertisement

શાહરૂૂખ ખાન ‘કિંગ’માં દિકરી સુહાના સાથે કામ કરવાનો હોવાનું જાહેર થયું હતું. હવે શાહરૂૂખ વધુ એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જેમાં તે પહેલી વખત તેના બંને દિકરા આર્યન અને અબ્રામ સાથે કામ કરવાનો છે. શાહરૂૂખ મુફાસા - ધ લાયન કિંગમાં લાયન કિંગના પાત્ર માટે અવાજ આપવાનો છે. સાથે આર્યન અને અબ્રામ પણ આ ફિલ્મ માટે અવાજ આપવાના છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે,

શાહરૂૂખે આ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી,આ ડિઝની સાથે મારું ખાસ કોલબરેશન છે, ખાસ કરીને મારા બંને દિકરાઓને કારણે, આર્યન અને અબ્રામ પણ આ સફરનો એક ભાગ છે અને તેમની સાથે આ સુંદર અનુભવમાં સહભાગી થવું એ ખરેખર અતિશય અર્થપૂર્ણ અહેસાસ છે.
2019માં લાઇવ એક્શન ફિલ્મ પધ લાયન કિંગથ પછી શાહરૂૂખ ખાન હવે મુફાસા તરીકે પાછો ફરશે, જે મૂળ જંગલ કિંગની જ વાર્તા છે. તેમાં આર્યન ખાન સિમ્બા અને અબ્રામ નાના મુફાસા માટે અવાજ આપશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર આવી ચૂક્યું છે.

Advertisement

મુફાસા: ધ લાયન કિંગ બેરી જેન્ક્ધિસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એવી ફિલ્મ છે, જેમાં લાઇવ એક્શન અને ટેક્નિક સાથે ગ્રાફિક્સના ઉપયોગથી નવા અને જૂના બંને પાત્રોને એક સાથે લવાયા છે. આ ફિલ્મમાં પણ લાયન કિંગના લિન મેન્યુએલના ઓરિજિનલ સોંગને લેવાયું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે ઇંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement