શાહરૂખ ખાનની બર્થ-ડે રિટર્ન ગિફટ,"કિંગ”નો વીડિયો રિલીઝ
સો દેશોમાં કુખ્યાત, દુનિયાએ તેમને એક જ નામ આપ્યું-કિંગ
બોલીવુડનો રોમાંસ કિંગ શાહરૂૂખ ખાન 2 નવેમ્બરના 60 વર્ષનો થયો. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જન્મદિવસની શુભેચ્છાઓથી છલકાઈ ગયા છે. ચાહકો તેમના ઘર મન્નત ની બહાર મધ્યરાત્રિથી જ ભેગા થવા લાગ્યા, જ્યાં તેમણે ઉજવણી કરી અને કેક કાપી. હવે, અભિનેતાએ તેમના ચાહકોને એક મોટી ભેટ આપી છે. શાહરૂૂખે ફિલ્મ કિંગ ના તેમના ફર્સ્ટ લુકનો ખુલાસો કરતો એક વીડિયો પણ રિલીઝ કર્યો છે.
શાહરૂૂખ ખાને તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિંગ નું ટાઈટલ જાહેર કર્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. આ વીડિયો તેમની ફિલ્મ કિંગ માંથી છે, જેમાં અભિનેતાનો પ્રભાવશાળી લુક દર્શાવવામાં આવ્યો છે. કિંગ માં શાહરૂૂખ ખાન ફરી એકવાર તીવ્ર એક્શન સિક્વન્સ કરતો જોવા મળશે. આ વીડિયો રિલીઝ થતાં જ, સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો વીડિયો શેર કરતા અભિનેતાએ લખ્યુ સો દેશોમાં કુખ્યાત, દુનિયાએ તેમને ફક્ત એક જ નામ આપ્યું - KING KingTitleReveal. શોનો સમય આવી ગયો છે! 2026 મા સિનેમાઘરોમા...