ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

’સૈયારા’ ચાર દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ

11:03 AM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

સલમાન-શાહરૂખના કલેકશનને પણ પાછળ છોડયું

Advertisement

અહાન પાંડે અને અનિત પદ્દાની ડેબ્યૂ ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં પણ વધુ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મે માત્ર 4 દિવસમાં ₹100 કરોડ ક્લબમાં પ્રવેશ મેળવી લીધો છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે ₹21.78 કરોડની કમાણી કરી, જેનાથી તેનું કુલ કલેક્શન ₹129.03 કરોડ થયું છે.

આ સાથે, સૈયારા એ સલમાન ખાનની સિકંદર (₹110.1 કરોડ) અને શાહરૂૂખ ખાનની ડોન્કી (₹128 કરોડ) ના પાંચ દિવસના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. આ ફિલ્મ મોહિત સૂરીની કારકિર્દીની સૌથી મોટી બોક્સ ઓફિસ ઓપનિંગ ફિલ્મ બની છે. મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ₹60 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મ મોહિત સૂરીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી બોક્સ ઓફિસ ઓપનિંગ રહી છે. સૈયારા માત્ર 4 દિવસમાં (ઓપનિંગ વીકેન્ડમાં) ₹100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ રોમેન્ટિક ફિલ્મ પણ બની છે, જે તેના પ્રકારની ફિલ્મ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

Tags :
indiaindia newsSaiyaaraSaiyaara movie
Advertisement
Next Article
Advertisement