રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સના મકબૂલે જીતી બિગ બોસની ટ્રોફી અને 25 લાખ રોકડા

12:25 PM Aug 03, 2024 IST | admin
Advertisement

સના મકબૂલે બિગ બોસ ઓટીટી 3ની ફાઈનલમાં શાનદાર જીત મેળવીને શોની ટ્રોફી કબજે કરી છે. ફાઈનલ માટે સના સહિત કુલ પાંચ સ્પર્ધકો મેદાનમાં હતા. જોકે આમાં અભિનેત્રીએ બાજી મારી હતી. ટ્રોફીની સાથે સનાને 25 લાખ રૂૂપિયાની મોટી રકમ પણ મળી છે.

Advertisement

સના મકબૂલ સિવાય બિગ બોસ ઓટીટી 3 ના ટોપ-5 ફાઇનલિસ્ટ રણવીર શૌરી, નાઝી, સાઇ કેતન રાવ, સના મકબૂલ અને કૃતિકા મલિક હતા. બિગ બોસ ઓટીટી 3 ની ટ્રોફી માટે આ બધા વચ્ચે લડાઈ થઈ હતી. જો કે, તે બિગ બોસ ઓટીટી 3ની વિજેતા સના મકબૂલ બની છે.

સના મકબૂલને માત્ર ચમકદાર ટ્રોફી જ નથી મળી પરંતુ તેની સાથે તેને 25 લાખ રૂૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવી છે. બિગ બોસ ઘઝઝ 3 ની વિનર બન્યા બાદ તે ઘણી ખુશ દેખાતી હતી. બિગ બોસ ઓટીટી 3 બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. અનિલ કપૂરને એક એપિસોડ માટે લગભગ 2 કરોડ રૂૂપિયાની ફી મળી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી 2ને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. કરણ જોહર બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનના હોસ્ટ હતા.

પાંચેય ફાઇનલિસ્ટના પરિવારોએ બિગ બોસ ઓટીટી 3ના ગ્રાન્ડ ફાઈનલમાં હાજરી આપી હતી. આ દરમિયાન અનિલ કપૂર તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ સાથે બિગ બોસ ઓટીટી 3 ના અન્ય સ્પર્ધકોએ પણ બિગ બોસ ઓટીટીના છેલ્લા તબક્કામાં ભાગ લીધો હતો.

બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન જિયો સિનેમા પર 21 જૂનથી શરૂૂ થઈ હતી. આ સિઝનમાં કુલ 16 સ્પર્ધકો હતા. તેમાં નાઝી, સના મકબૂલ, રણવીર શૌરી, કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ ઉપરાંત સના સુલતાન, દીપક ચૌરસિયા, શિવાની કુમારી, અરમાન મલિક, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, પાયલ મલિક, ચંદ્રિકા દીક્ષિત, નીરજ ગોયત, મુનિષા ખટવાણી અને પો. દાસનું નામ સામેલ હતું. જ્યારે અદનાન શેખે પાછળથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.

Tags :
BIGBOOSOTT3indiaindia newsSANAMAQBOOLWIINNER
Advertisement
Next Article
Advertisement