સામંથા રૂથ પ્રભુએ બીજા લગ્ન કર્યા, 'ધ ફેમિલી મેન'ના ડિરેક્ટર રાજને જીવનસાથી તરીકે કર્યો પસંદ
સાઉથ ફિલ્મ સ્ટાર સામંથા રૂથ પ્રભુએ આજે ગુપચુપ રીતે લગ્ન કર્યા છે. 1 ડિસેમ્બર 2025ના રોજ, એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડ અને ફેમસ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ના ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે છાનામાના બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન સોમવાર આજે કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં થયા હતા. લગ્નના ફોટોસ વાયરલ થવા લાગ્યા છે.આ સમાચારથી ચાહકો ચોંકી ગયા છે, ત્યારે ઘણા લોકો તેણીને જીવનની આ નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે.
સૂત્રો સૂચવે છે કે લગ્ન ખાનગી અને ગુપ્ત રાખવામાં આવ્યા હતા. સામંથાએ તેના લગ્ન ધામધૂમ વિના કર્યા હતા. બંને પરિવારોના નજીકના લગભગ 30 મહેમાનો લગ્નમાં હાજર રહ્યા હતા. શુભ સમય સવારે 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, અને સ્થળ ઈશા સેન્ટરમાં સ્થિત લિંગ ભૈરવી મંદિર હોવાનું કહેવાય છે. સામંથાએ ખાસ પ્રસંગ માટે લાલ સાડી પહેરી હતી.
સામંથા-રાજ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2021માં એક્ટ્રેસના નાગ ચૈતન્ય સાથે છૂટાછેડા થયા, તો બીજી બાજુ રાજના પણ 2022માં છૂટાછેડા થઈ ગયા હતા. બંને પોતપોતાના રિલેશનશિપના ટૂટવાથી ખૂબ દુઃખી હતા. થોડા સમય પછી, સમંથાએ રાજની 'ધ ફેમિલી મેન 2' અને 'સિટાડેલ'માં કામ કર્યું, અને આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી.
સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ
તેમના અંગત જીવન ઉપરાંત, તેઓ વ્યવસાયિક રીતે પણ સાથે આગળ વધી રહ્યા છે. તેઓ ચેન્નાઈમાં એક પિકબોલ ટીમના સહ-માલિકો પણ છે. તેઓ વારંવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે, અને રાજ સામન્થાના નવા ઘરના હાઉસવોર્મિંગ સમારોહમાં હાજરી આપશે તેવા અહેવાલો હતા. પરંતુ કોઈએ અપેક્ષા રાખી ન હતી કે બંને આટલા જલ્દી લગ્ન કરશે. હાલમાં, સામન્થા કે રાજ બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
લગ્નની ચર્ચા વચ્ચે, રાજની પૂર્વ પત્ની શ્યામલી ડેએ પણ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું- 'નિરાશાજનક લોકો નિરાશાભર્યા કામો કાર્યો કરે છે." આ પોસ્ટથી રાજ ખરેખર પરિણીત છે કે નહીં અને તેની પૂર્વ પત્નીને તેની જાણ છે કે નહીં તે અંગે વધુ ચર્ચા શરૂ થઈ છે.