KBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 25 વર્ષથી સૌથી લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂૂઆત વર્ષ 2000 માં થઈ હતી અને ત્યારથી તે આ શો હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહરૂૂખે એક સીઝન પણ હોસ્ટ કરી હતી, પરંતુ મુખ્ય ચહેરો બિગ બી છે. જોકે, હવે એવું લાગે છે કે આ શો સાથેની તેમની સફરનો અંત આવવાનો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અમિતાભ બચ્ચન નકૌન બનેગા કરોડપતિથ ને અલવિદા કહી રહ્યા છે.
તેમના સ્થાને, સલમાન ખાન શોના નવા હોસ્ટ હશે. આ અફવાઓનું સત્ય પણ બહાર આવી ગયું છે. એક અહેવાલ મુજબ, સલમાન ખાન કેબીસી માટે ચર્ચામાં છે. અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સલમાન ખાન નાના પડદાના બાદશાહ છે અને અમિતાભ બચ્ચનને બદલવા માટે તે યોગ્ય વ્યક્તિ છે કારણ કે તેનો દર્શકો સાથે સારો સંબંધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોના નિર્માતાઓએ સલમાન ખાન સાથે વાત કરી લીધી છે, જો બધું બરાબર રહેશે તો સલમાન ‘કૌન બનેગા કરોડપતિ-17’ હોસ્ટ કરશે. બચ્ચન અંગત કારણોસર શો છોડી રહ્યા છે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.