રણવીરની ‘સિમ્બા’ અને અક્ષયની ‘સૂર્યવંશી’ની સિકવલ બનાવશે રોહિત
રોહિત શેટ્ટી તેના કોપ યુનિવર્સને આગળ વધારવાનો પ્લાન કરી રહ્યા છે. તેણે સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી જેવી ફિલ્મો બનાવી છે. ત્યારે તાજેતરમાં તેણે પોતાની આ કોપ યુનિવર્સ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાના આયોજન અંગે વાત કરી હતી. રોહિત શેટ્ટીએ ખાતરી આપી છે કે તે રણવીર સિંહની સિમ્બાની સિક્વલ બનાવશે. તેણે એવું પણ કહ્યું કે તે અક્ષય કુમારની સૂર્યવંશી ની સિક્વલ પણ પ્લાન કરી રહ્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ જણાવ્યુ સિમ્બાનો પણ બીજો ભાગ હશે અને સૂર્યવંશી પણ આગળ વધશે. બીજા નવા લોકો પણ આવશે. કોપ યુનિવર્સમાં હજુ વધારે ફિલ્મો બનશે. એટલે જ અમે કોપ યુનિવર્સ બનાવ્યું છે .
આ ઇન્ટરવ્યુમાં જ રોહિતે ખુલાસો કર્યો કે શરૂૂઆતમાં તેનો કોપ યુનિવર્સ બનાવવાનો કોઈ પ્લાન નહોતો. તેણે કહ્યું કે 2011માં જ્યારે સિંઘમ બનાવી ત્યારે એ એક આવી મોટી બ્રાન્ડ બનશે એવી કલ્પના પણ નહોતી કરી. તે સિમ્બા લખતા હતા ત્યારે તેને ફિલ્મ એકબીજા સાથે જોડવાનો વિચાર આવ્યો હતો. તેથી અમે આ કોપ યુનિવર્સ મોટું કરવા માટે સૂર્યવંશીમાં અક્ષય કુમારને પણ લાવ્યા.
રોહિત શેટ્ટીએ જણાવ્યું કે 2019માં એ સૂર્યવંશીનું કામ કરતા હતા, ત્યારે તેને અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને દીપિકા પાદુકોણને સાથે લઇને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેની ટીમે દીપિકા અને ટાઇગરના નવા પાત્રો લખ્યા અને તેને નવી ધાર આપી .