રાકેશ મારિયાની બાયોપિક માટે રોહિત શેટ્ટીએ 500 કલાકારોને કાસ્ટ કર્યા
રોહિત શેટ્ટીએ જોહ્ન અબ્રાહમ સાથે રાકેશ મારિયાની બાયોપિકનું કામ શરૂૂ કરી દીધુ છે. જોહ્ન અબ્રાહમના પોલિસની વર્ધીમાં યુનિફોર્મવાળી તસવીરો પણ સેટ પરથી વાયરલ થઈ રહી છે. ત્યારે હવે આ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મ વિશે વાત કરી છે. મુંબઇ પોલિસના ટોચના અધિકારીઓ, પૂર્વ પોલિસ કમિશનર અને વરીષ્ઠ અધિકારીઓ રાકેશ મારિયાના બીજા પુસ્તક વ્હેન ઇટ ઓલ બિગેનના વિમોચનમાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ ઇવેન્ટમાં અજય દેવગન, રોહિત શેટ્ટી, નાના પાટેકર, મહેશ ભટ્ટ અને બોની કપૂર પણ હાજર રહ્યા હતા. આ દરેકે મુંબઇ પોલિસને શુભેચ્છાઓ માનીને આભાર વ્યક્ત કર્યો હતો. રોહિત શેટ્ટીએ કહ્યું કે તેણે આ પુસ્તકો પરથી ફિલ્મનું કામ શરૂૂ પણ કરી દીધું છે, જેમાં જ્હોન અબ્રાહમ રાકેશ મારિયાનો રોલ કરે છે. રોહિત શેટ્ટીએ આ ફિલ્મને સન્માન અને કોસ્મિક કનેક્શન સમાન ગણાવી હતી, કારણ કે આ ફિલ્મ કોઈ એવા પર બને છે, જેને તે બાળપણથી ઓળખે છે.
આ ફિલ્મ જે મોટા સ્તર પર બની રહી છે, તે અંગે રોહિત શેટ્ટીએ કહ્યું કે તેમણે આ ફિલ્મ માટે 580 કલાકારોનું કાસ્ટિંગ કર્યું છે, કારણ કે આ પુસ્તકમાં દરેક કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર, હવાલા કરનાર, દાયકાઓમાં વિવિધ કેસમાં સંકળાયેલા દરેક ઓફિસરના પણ નામ લખેલા છે. આ ફિલ્મમાં સૌથી મહત્વનો ભાગ 26/11ની મુંબઇ પોલીસ હેડક્વાર્ટર હુમલાની ઘટનાને પડદા પર બતાવવાનું છે. રોહિત શેટ્ટીએ જણાવ્યું, ચાર કલાકમાં 1300 કોલ આવ્યા હતા. ફિલ્ડમાં ઘણા અધિકારીઓ હતા, એ કોઈ ફિલ્મમાં બતાવ્યું નથી. મારિયાએ જે બારીકાઈથી ફિલ્મમાં બધું લખ્યું છે, તે પહેલી વખત ફિલ્મમાં જોવા મળશે.