સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહના સ્થાને રણબીર કપૂર
વૈભવી અને ઝાકઝમાળભરી ફિલ્મના સેટ અને કાલ્પનિક દુનિયા સમાન ફિલ્મ સર્જવા જાણીતા મેકર સંજય લીલા ભણસાલી માટે ‘બૈજુ બાવરા’ ફિલ્મ એક ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. તેમણે આ ફિલ્મ પાછળના રિસર્ચ માટે 20 વર્ષ મહેનત કરી છે. વર્ષોથી આ ફિલ્મ અંગે વિવિધ પ્રકારના અહેવાલો અવતા રહે છે અને તેની કાસ્ટ અંગે પણ ચર્ચા થયા કરે છે. શરૂૂઆતમાં તો ભણસાલી ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સાથે પણ આ ફિલ્મ કરવા ઇચ્છતા હોવાની ચર્ચા હતી.
પરંતુ બાદમાં આ ફિલ્મ પડતી મુકાઈ હતી. ભણસાલી હાલ લવ એન્ડ વોર પર કામ કરી રહ્યા છે. ત્યારે હાલ એવા અહેવાલો છે કે ભણસાલીએ રણબીર કપૂરને બર્થ ડે ગિફ્ટમાં આ બૈજુ બાવરા આપી છે.
કેટલાક અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલીની ટીમે આ ફિલ્મ માટે પ્રોડક્શનનું કામ શરૂૂ કરી દીધું છે. રણબીર કપૂર પુરાણા સંગીતનો શોખીન છે અને તે પોતાની સવારની શરૂૂઆત 1950ના ગીતોથી કરવા માગે છે, જેમાં 1952માં રિલીઝ થયેલી પહેલી બૈજુ બાવરાનો પણ સમાવેશ થાય છે. તે પોતાની નાની દિકરી રાહાને પણ આ ગીતોનો પરિચય કરાવી રહ્યો છે. હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને ભણસાલી સાથે લવ ઍન્ડ વોરમાં કામ કરી રહ્યા છે.
આ અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલીએ રનબીર કપૂરને બૈજુ બાવરા ફિલ્મમાં લીડ રોલ તેના 43મા જન્મ દિવસ નિમિત્તે ગિફ્ટ કર્યો છે. શરૂૂઆતમાં આ ફિલ્મ રણવીરસિંહ કરવાનો હોવાના પણ અહેવાલ હતા. કેટલાક અહેવાલ પણ હતા કે ભણસાલીએ પહેલાં આ ફિલ્મ રણવીર સિંહને ઓફર કરી હતી અને તેણે આ ફિલ્મ માટે તૈયારી પણ શરૂૂ કરી દીધી હતી.