રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું 250 કરોડનું સપનાનું ઘર તૈયાર
બોલીવૂડ ના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે તેમના નવા ઘરમાં રહેવા માટે તૈયાર છે. આ ઘરને કૃષ્ણા રાજ બંગલો નામ આપવામાં આવ્યું છે, જે રણબીરની દાદી કૃષ્ણા રાજ કપૂર ના નામ પર છે. આ ચાર માળનું આલિશાન ઘર મુંબઈમાં આવેલું છે અને તેની અંદરથી બહાર સુધીની ભવ્યતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પ્રોપર્ટી મૂળરૂૂપે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી, જે પછી ઋષિ કપૂર અને નીતૂ કપૂરને આપવામાં આવી હતી. હવે રણબીર અને આલિયાએ આ વારસાને આગળ વધાર્યું છે. આ બંગલો લગભગ 250 કરોડનો છે અને એવી અપેક્ષા છે કે તે તેમની પુત્રી રાહા ના નામે રજીસ્ટર કરવામાં આવશે.રણબીર અને આલિયા લાંબા સમયથી આ ઘરના તૈયાર થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે ઘર તૈયાર થઈ ગયું છે, ત્યારે તેઓ જલ્દી જ નીતૂ કપૂર અને પુત્રી રાહા સાથે નવા ઘરમાં પ્રવેશ કરી શકે છે. આ બંગલાની દરેક બાલ્કનીમાં હરિયાળી જોવા મળે છે અને ટોપ ફ્લોર પર સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઘરના અંદરના ભાગમાં ભવ્ય ઈન્ટિરિયર અને શાંતિપૂર્ણ વાતાવરણ છે.