શાહરૂખ ખાનની "કિંગ”માં ચમકશે રામ-લખનની જોડી
10:41 AM May 16, 2025 IST
|
Bhumika
Advertisement
પઠાન પછી શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ હવે સાથે મળીને ઍક્શનથી ભરપૂર ફિલ્મ કિંગ નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, તેની દીકરી સુહાના, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં આ ફિલ્મમાં અનિલ કપૂરને મહત્ત્વના રોલ માટે સાઇન કરવામાં આવ્યો હોવાના સમાચાર હતા અને હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં હવે એક ખાસ રોલમાં જેકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છે.
જેકી શ્રોફને ફિલ્મની વાર્તા ગમી છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂૂ કરશે આ પહેલાં શાહરુખ ખાન અને જેકી શ્રોફ કિંગ અંકલ , ત્રિમૂર્તિ, દેવદાસ , હેપી ન્યુ યર અને પઠાન જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
કિંગ મા અર્શદ વારસી અને અભય વર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ભારત અને યુરોપમાં થશે અને ઑક્ટોબરથી ડિસેમ્બર 2026 વચ્ચે ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
Advertisement
Next Article
Advertisement