રાજકુમાર હિરાની-આમિર ખાનની જોડી બનાવશે બ્લોકબસ્ટર ફિલ્મ
બોલિવૂડની 2 જબરદસ્ત બ્લોકબસ્ટર્સ એટલે 3 ઈડિયટ્સ અને ‘પીકે’. આ બંને ફિલ્મો જેવો જાદૂ ફરીથી છવાશે કારણ કે, આમિર ખાન અને રાજકુમાર હિરાની કોમ્બિનેશન ફરીથી ફિલ્મ બનાવશે. આ અપકમિંગ પ્રોજેક્ટને લઈને માત્ર ફેન્સ જ નહિ પરંતુ બોલિવૂડ ક્રિટિક અને એકસપર્ટ પણ ઉત્સાહી છે. તેમના મત અનુસાર આ હિટ જોડી વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મથી દર્શકોનું મનોજરંજન કરશે.
3 ઈડિયટ્સ અને નપીકેથ પછી, આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જોડી ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. 3 ઈડિયટ્સ વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બ્લોકબસ્ટર રહેવા ઉપરાંત ઘણા રેકોર્ડસ પણ બનાવ્યા હતા. પાંચ વર્ષ પછી 2014માં આ જોડી પીકે લઈને આવી. આ ફિલ્મે 3 ઈડિયટ્સથી પણ વધુ સફળતા મેળવી. આ બંને ફિલ્મોમાં અફળશિ ઊંવફક્ષ અને રાજકુમાર હિરાનીનું બેસ્ટ કોમ્બિનેશન કારગત રહ્યું હતું. હવે દર્શકો આ કોમ્બિનેશન રિપીટ થાય તેમ ઈચ્છે છે. દર્શકોની આ ઈચ્છા ફળી છે. વર્ષ 2026માં રાજકુમાર હિરાની આમિર ખાન સાથે એક ફિલ્મની શરુઆત કરવાના છે. Rajkumar Hirani પોતાની આગામી ફિલ્મ માટે 3 વિષયો પર કામ કરી રહ્યા હતા. તેમણે 3માંથી 1 વિષય ફાયનલ કર્યો છે. Rajkumar Hiraniએ આ વિષયAamir Khanને સંભળાવ્યો છે. આમિરને વિષય પસંદ આવ્યો છે અને ફિલ્મ માટે હામી પણ ભરી છે.
રાજકુમાર હિરાની અને આમિર બંને આ ફિલ્મ માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. આ ફિલ્મને 2026 માં ફ્લોર જવાની શક્યતા છે કારણ કે, રાજકુમાર હિરાની તેમની વેબ સિરીઝ પૂર્ણ કરવામાં બીઝી છે. તે પૂર્ણ થયા પછી જ આમિર સાથેની નવી ફિલ્મ પર 2026 માં કામ શરૂૂ થશે.