રજનીકાંતની ‘કુલી’ની પાંચ દિવસમાં ડબલ સેન્ચુરીથી પણ વધુ કમાણી
સુપરસ્ટાર રજનીકાંતની કુલી 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પહેલા જ શોથી જ સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જામી હતી. લોકોને કુલી પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. રજનીકાંત, નાગાર્જુન, ઉપેન્દ્ર, સત્યરાજ, શ્રુતિ હાસન જેવા કલાકારો અભિનીત કુલીએ પહેલા દિવસે 65 કરોડ રૂૂપિયાની કમાણી સાથે શાનદાર ઓપનિંગ કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે 54.75 કરોડ રૂૂપિયાની કમાણી થઈ હતી, આ સાથે ફિલ્મની કમાણી બે દિવસમાં 100 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્રીજા દિવસે ફિલ્મે 39.5 કરોડ રૂૂપિયા અને ચોથા દિવસે 35.25 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. ચાર દિવસની કમાણી સાથે, કુલીએ બોક્સ ઓફિસ પર કુલ 194.5 કરોડ રૂૂપિયાની કમાણી કરી. સેકનિલ્કના મતે, પાંચમા દિવસે કુલીનું કલેક્શન ઓછું હોવા છતાં, તે બોક્સ ઓફિસ પર બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યું છે. એટલે કે, પાંચમા દિવસના કલેક્શન સાથે ફિલ્મે અત્યાર સુધીમાં 202.87 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. કુલીના વર્લ્ડવાઇડ કલેક્શન વિશે વાત કરીએ તો, સેકનિલ્કના મતે, ફિલ્મે વિશ્વભરમાં 385 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે અને આ હિસાબે, કુલીએ તેનું બજેટ રિકવર કરી લીધું છે. આ ચાર દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન છે.