પુષ્પા-2, ફાયર નહીં વાઇલ્ડ ફાયર!! ચંદનની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો મનોરંજક ડ્રામા
ત્રણ કલાક લાંબી ફિલ્મ છતાં પ્રેક્ષકો જકડાઇ રહેશે, ધમાકેદાર મ્યુઝિક મૂડ બનાવી રાખશે
દર્શકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ પુષ્પા - ધ રૂૂલ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અલ્લુ અર્જુન એટલે કે પુષ્પરાજ ફરી મોટા પડદા પર પાછો ફર્યો છે. પુષ્પા ધ રૂૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વખતે પુષ્પરાજ ફાયર નહિ વાઈલ્ડ ફાયર છે.
ફિલ્મની શરૂૂઆત પુષ્પરાજની જોરદાર એન્ટ્રીથી થાય છે. આખી ફિલ્મમાં માસ-મસાલા એક્શનના રૂૂપમાં અલ્લુ અર્જુને પોતાનો જલવો વિખેર્યો છે. આ વખતે લાલ ચંદનની બ્લેક માર્કેટિંગ રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. પુષ્પા-2 3 કલાકથી વધુ લાંબી છે અને એક ફુલઓન મનોરંજન ફિલ્મ છે, જે તમને થિયેટરોમાં તમારા પૈસા વસુલ કરશે.મોટા પાયા પર લાલ ચંદનની દાણચોરી કરીને પુષ્પરાજ (અલ્લુ અર્જુન) પુષ્પાના પહેલા ભાગમાં 3 વર્ષ સુધી લેબર યુનિયન સિન્ડિકેટના પ્રમુખ પદ પર બેઠો અને તેણે તેની ગર્લફ્રેન્ડ શ્રીવલ્લી (રશ્મિકા મંદન્ના) સાથે લગ્ન કરીને તેનો સુખદ અંત બતાવવામાં આવ્યો હતો.
હવે બીજા ભાગમાં તેના નવા દુશ્મન ઈન્સ્પેક્ટર ભંવર સિંહ શેખાવત (ફહદ ફાસીલ) ની એન્ટ્રી થઈ છે. પુષ્પા 2 માં આ જ બદલો લેવાની કહાણી બતાવવામાં આવી છે.
ભવાનર સિંહ શેખાવત ઉપરાંત, જોલી રેડ્ડી (ધનંજય) પણ પુષ્પા સાથે પોતાનો જૂનો બદલો લેવાનું ષડયંત્ર રચે છે.
અલ્લુ અર્જુને પુષ્પા 2માં ફરી એકવાર શાનદાર અભિનય સાથે ચાહકોમાં દિલમાં છવાઈ ગયા છે. રશ્મિકા મંદન્નાએ પણ શ્રીવલ્લીના રોલમાં પોતાની કમાલ દેખાડી છે. વિલનની ભૂમિકામાં ફહાદ ફાસિલ, ધનંજય અને જગપતિ બાપુએ જોરદાર અભિનય કર્યો છે.
પુષ્પા 2 દ્વારા સુકુમારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ સાઉથ ઈન્ડસ્ટ્રીના દિગજ્જ ફિલ્મમેકર તરીકે કેમ જાણીતા છે. સિક્વલના આધારે પુષ્પા ક2 ના ક્ધટેન્ટના ખૂબ સારી રીતે સમજ્યા છે. જેના કારણે લાંબી ફિલ્મ હોવા છતાં તમને તે કંટાળાજનક નહિ લાગે. આ સિવાય સિનેમેટોગ્રાફી અને ટઋડ પણ જોરદાર છે. પુષ્પા 1 ની જેમ પુષ્પા 2 માં પણ ડીએસપીનું ધમાકેદાર મ્યુઝિક અને ગીતો તમારો મુડ ચેન્જ કરી નાખશે. એટલું જ નહીં પુષ્પાના દમદાર ડાયલોગ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના છે.
‘પુષ્પા-2’ રિલીઝ થતાં તુરંત પાઇરસી સાઇટ્સ પર લીક
અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2: ધ રૂૂલ 5 આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. પુષ્પા ધ રાઇઝની રીલિઝના ત્રણ વર્ષ પછી થિયેટરમાં અલ્લુ અર્જુનની પુષ્પા 2 જોવા માટે ચાહકોમાં દોડધામ છે, જેના કારણે તેને મજબૂત એડવાન્સ બુકિંગ મળ્યું છે. પુષ્પા 2ને થિયેટરોમાં આવ્યાને થોડા કલાકો જ થયા છે અને તેને લગતા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં આ ફિલ્મ પાઈરેસી સાઈટો પર ઓનલાઈન લીક થઈ ગઈ છે.પુષ્પા 2 નો ક્રેઝ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં 250 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરે તેવી અપેક્ષા છે. પરંતુ તે પહેલા જ ફિલ્મના નિર્માતાઓને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં આ ફિલ્મ ફૂલ એચડી પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે. અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનની પુષ્પા 2 પાઈરેસી પ્લેટફોર્મ્સ જેમ કે Ibomma, Movierulz, Tamilrockers, Filmyzilla, Tamilyogi, Tamil blasters, Bolly4U, Jaisha Movies, 9xMovies અને Moviesda પર મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને તેને 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં લોકો તેને ડાઉનલોડ કરીને ફ્રીમાં જોઈ રહ્યા છે.