For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુષ્પા-2ની આંધીમાં બોકસ ઓફિસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, RRR-કલ્કી પાછળ છૂટી

05:46 PM Dec 06, 2024 IST | Bhumika
પુષ્પા 2ની આંધીમાં બોકસ ઓફિસના તમામ રેકોર્ડ ધ્વસ્ત  rrr કલ્કી પાછળ છૂટી
Advertisement

સુકુમાર અને સુપર સ્ટાર અલ્લુ અર્જુનની જોડીએ બોક્સ ઓફિસ પર જાણે રિતસરનો કબજો કર્યો છે, ફીઓલમની રિલિઝન દિવસે જ બંને બોક્સ ઓફિસ કિંગ બની ગયા છે અને તેમની ફિલ્મ પુષ્પા 2 એ એક નવો ઇતિહાસ સર્જ્યો છે. અલગ-અલગ ભાષાઓ થઈને પહેલા જ દિવસે ફિલ્મે લગભગ 175 કરોડ રૂૂપિયાનો બિઝનેસ કરીને સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે ત્યારે બીજા પણ કેટલાક રેકોર્ડ્સ તેણે પોતાના નામે કર્યા છે.
પુષ્પા 2 વિશ્વભરના બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની જેણે રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનો 223 કરોડ રૂૂપિયાની કમાણીનો રેકોર્ડ તોડ્યો. ઉપરાંત પુષ્પા 2 ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે આરઆરઆરના 156 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે.

પુષ્પા 2 પ્રીમિયર સહિત ભારતીય બોક્સ ઓફિસ પર રૂૂ. 200 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની. એક જ દિવસમાં તેલુગુ અને હિન્દી ભાષામાં 50 કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની, તેણે તેલુગુમા 85 કરોડ રૂૂ અને હિન્દીમાં 67 કરોડ રૂૂ નો બિઝનેસ કાર્યો. પ્રભાસની કલ્કિ 2898 એડીને પાછળ મૂકીને વર્ષ 2024 ની પહેલી ભારતીય ફિલ્મ બની જેણે આટલી મોટી વૈશ્વિક ઓપનિંગ કરી હોય.

Advertisement

67 કરોડ રૂૂની કમાણી સાથે હિન્દી ભાષાની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો જેણે કિંગખાનની જવાનના પ્રથમ દિવસના કલેક્શન 65.5 કરોડને પણ પાછળ છોડ્યું. સાઉથ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ બની પુષ્પા 2 જેણે હિન્દી બોક્સ ઓફિસ પર આટલી મોટી ઓપનિંગ મેળવી હોય.

સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પા-2 વર્ષ 2021ની બ્લોકબસ્ટર પુષ્પા ધ રાઇઝની સિક્વલ છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને પુષ્પારાજના કેરેક્ટરમાં જે રીતે અભિનય કર્યો છે તેના દર્શકો વખાણ કરતાં થાકતા નથી તો ફહાદ ફાસિલે પણ ભંવર સિંહ શેખાવતના કેરેક્ટરને ખૂબ સુંદર ભજવીને વાહવાહી મેળવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement