For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રિયંકા ચોપડા શાહરૂખ ખાનની અધૂરી ‘લવ-સ્ટોરી’ પૂર્ણ કરશે

11:01 AM Sep 30, 2025 IST | Bhumika
પ્રિયંકા ચોપડા શાહરૂખ ખાનની અધૂરી ‘લવ સ્ટોરી’ પૂર્ણ કરશે

‘ધ સાઇકલ ઓફ લવ’ ડોક્યુમેન્ટરી બનાવશે

Advertisement

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા પોતપોતાની કરીઅરમાં આગળ વધી રહ્યાં છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપડા હવે શાહરુખ ખાનની એક અધૂરી લવ-સ્ટોરી બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાએ તેના પ્રોડક્શન-હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ એક નવો ભારતીય-સ્વીડિશ પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે. તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ધ સાઇકલ ઑફ લવ નામની ડોક્યુમેન્ટરી સાથે જોડાઈ છે. આ પ્રોજેક્ટનું શાહરુખ ખાનની ફિલ્મ સાથે ખાસ કનેક્શન છે.

હકીકતમાં આ ડોક્યુમેન્ટરી લાંબા સમયથી બંધ પડેલી બોલીવુડ ફિલ્મ ઇઝહાર સાથે જોડાયેલી છે. આ વાર્તા પર સંજય લીલા ભણસાલીએ 2013માં એક ફીચર ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું હતું જેમાં શાહરુખ ખાન પી. કે. મહાનંદિયાની ભૂમિકા ભજવવાનો હતો. આ ફિલ્મ એક એવા ભારતીય યુવાનની કહાણી હતી જે માત્ર થોડાં પેઇન્ટબ્રશ અને સેક્ધડહેન્ડ સાઇકલ સાથે તેની પ્રેમિકાને શોધવા એશિયા અને યુરોપની યાત્રાએ નીકળે છે. જોકે કોઈક કારણસર આ ફિલ્મ ચૂપચાપ બંધ કરી દેવામાં આવી હતી. હવે આ વાર્તા પરથી પ્રિયંકા ડોક્યુમેન્ટરી બનાવવાની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement