પ્રભાસની "ધ રાજા સાબ” નું ટીઝર રિલીઝ, 5 ડિસેમ્બરે સિનેમાઘરમાં
ભૂતિયા હવેલી, આત્મા, છૂપાયેલ ખજાનો જોઇ ચાહકો રોમાંચક
પ્રભાસ સ્ટારર ફિલ્મ ધ રાજા સાબ નું બહુપ્રતિક્ષિત ટીઝર ગઇકાલે રિલીઝ થયું. મારુતિની આગામી તેલુગુ હોરર ફેન્ટસી મા નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન અને રિદ્ધિ કુમારે પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. નિર્માતાઓએ પસંદગીના થિયેટરોમાં ટીઝરની ઝલક બતાવી. ટીઝર જોયા પછી ચાહકો ખૂબ ખુશ છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝર શેર કર્યું. પોસ્ટ સાથે તેમણે લખ્યુ પ્રભાસ ધ રાજા સાબ મા અને એક કિંગ-સાઇઝ એન્ટરટેઈનર જેવું લાગે છે. ધ રાજા સાબ નું બહુપ્રતિક્ષિત ટીઝર હવે લાઇવ છે. ધ રાજા સાબ 5 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે. મારુતિ - ઘણી સફળ તેલુગુ ફિલ્મોના નિર્દેશન માટે જાણીતી છે.
ધ રાજા સાબ ના ટીઝરમાં એક વિશાળ ભૂતિયા હવેલી બતાવવામાં આવી છે જેમા ભૂત, આત્માઓ અને છુપાયેલ ખજાનો છે. હવેલીનો માલિક, રાજા, ત્યાં બીજું કોઈ રહે તેવું ઇચ્છતો નથી. પ્રભાસ નિધિના પ્રેમમાં છે અને વિડિઓના હિન્દી સંસ્કરણમાં, તે નિધિ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને અભિનેતા શાહરૂૂખ ખાનને પણ સલામ કરે છે ટીઝરમાં પ્રભાસ બે અલગ અલગ લુકમાં જોવા મળે છે. બે મિનિટની ટીઝર ક્લિપમાં શાનદાર ટઋડ અને ભવ્ય વિઝ્યુઅલ્સ બતાવવામાં આવ્યા છે.