ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનના સાયરાબાનુ સાથે 29 વર્ષ બાદ છૂટાછેડા
ત્રણ સંતાનો છે, એ.આર. રહેમાને 1989માં ઈસ્લામ કબૂલ કર્યો હતો
જાણીતા સિંગર એ.આર.રહેમાન અને તેની પત્ની સાયરાએ અલગ થવાની જાહેરાત કરી છે. સાયરાના વકીલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લગ્નના ઘણા વર્ષો પછી સાયરાએ તેમના પતિ એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં ઘણા ભાવનાત્મક તાણ પછી આવ્યો છે. તેઓ એકબીજા માટે ઊંડો પ્રેમ હોવા છતાં તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે એક વિશાળ અંતર ઉભું કર્યું છે, જે આ સમયે સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે આ નિર્ણય લીધો હતો.
એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. આ સંબંધ 29 વર્ષ પછી તૂટવા જઈ રહ્યો છે. દંપતીને ત્રણ બાળકો છે - ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન જારી કરીને કહ્યું કે દંપતીએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં. સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ જીતનાર સંગીતકાર એઆર રહેમાનને ભારતના મહાન સંગીતકાર માનવામાં આવે છે. તેણે મા તુઝે સલામ, ઓ હમદમ સુનીયો રે, તેરે બિના જેવા ઘણા હિટ ગીતો આપ્યા છે. રહેમાને 1989માં ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણે પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું. રહેમાનની પત્ની સાયરા બાનુ એક્ટર રશિન રહેમાનના સંબંધી છે.