For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

KBCની નવી સીઝન ટૂંક સમયમાં, અમિતાભ બચ્ચન જ હશે હોસ્ટ

10:40 AM Apr 09, 2025 IST | Bhumika
kbcની નવી સીઝન ટૂંક સમયમાં  અમિતાભ બચ્ચન જ હશે હોસ્ટ

સોની ટીવીએ સોશિયલ મીડિયા પર પ્રોમો વીડિયો શેર કર્યો

Advertisement

સોની ટીવીના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (KBC) ની 17મી સીઝન ટૂંક સમયમાં શરૂૂ થશે. અમિતાભ બચ્ચને પોતે એ વાતની જાહેરાત કરી છે. હાલમાં અમિતાભે આ શો માટે નોંધણી ક્યારે શરૂૂ થશે એ પણ જણાવ્યું છે, પરંતુ આ શો ટીવી પર ક્યારે આવશે એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સોની ટીવીએ એના સોશ્યલ મીડિયા પર પ્રોમો વિડિયો શેર કર્યો છે અને એની કેપ્શનમાં લખ્યું છે 14 એપ્રિલથી હોટ સીટ પર આવવા માટે તૈયાર થઈ જાઓ.

KBC રજિસ્ટ્રેશન અને અમારા અઇ (અમિતાભ બચ્ચન)ના પ્રશ્નો શરૂૂ થવાના છે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ છોડી દેશે. ગઈ સીઝન દરમ્યાન તેમણે આવી અનેક ટ્વીટ પણ કરી હતી જેનાથી આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો. અમિતાભ પછી શાહરુખ ખાન આ શો હોસ્ટ કરશે એવી ચર્ચા હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement