મહાવતાર નરસિંમ્હા બની સૌથી વધુ કમાણી કરનાર એનિમેશન ફિલ્મ
25 જુલાઇના રિલીઝ બાદ 60 કરોડથી વધુ કમાણી
અશ્વિન કુમાર દિગ્દર્શિત ફિલ્મ મહાવતાર નરસિમ્હા ઘણી કમાણી કરી રહી છે. ખાસ કરીને ફિલ્મનું હિન્દી વર્ઝન ધમાકેદાર કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મ 25 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. ત્યારથી ફિલ્મ ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મે 60 કરોડથી વધુ કમાણી કરી છે. નવમા દિવસે ફિલ્મે તોફાન મચાવ્યું છે. સૈય્યારા, ધડક 2 અને સન ઓફ સરદાર 2 જેવી ફિલ્મોએ પણ ફિલ્મની કમાણી પર કોઈ અસર કરી નથી.
સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે નવમા દિવસે 15 કરોડ રૂૂપિયા કલેક્શન કર્યા છે મહાવતાર નરસિંહા સૌથી વધુ કમાણી કરનારી એનિમેશન ફિલ્મ બની ગઈ છે. અગાઉ હનુમાન 11 કરોડ કમાયા હતા. રોડસાઇડ રોમિયોએ 6 કરોડ કલેક્શન કર્યા હતા. છોટા ભીમે સાડા ચાર કરોડ કમાયા હતા. ફિલ્મે પહેલા અઠવાડિયામાં કુલ 44.75 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 1.75 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 4.6 કરોડ, ત્રીજા દિવસે 9.5 કરોડ, ચોથા દિવસે 6 કરોડ, પાંચમા દિવસે 7.7 કરોડ, છઠ્ઠા દિવસે 7.7 કરોડ, સાતમા દિવસે 7.5 કરોડ અને આઠમા દિવસે 7.7 કરોડની કમાણી કરી હતી.