For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધુરી દીક્ષિત અને તૃપ્તી ડિમરીની જોડી ‘મા બહનમાં’

10:49 AM Apr 25, 2025 IST | Bhumika
માધુરી દીક્ષિત અને તૃપ્તી ડિમરીની જોડી ‘મા બહનમાં’

માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની જોડી ભૂલભુલૈયા 3માં સાથે જોવા મળી હતી. ડિરેક્ટર અનીસ બઝમીની આ ફિલ્મમાં આ બન્નેની કેમિસ્ટ્રી દર્શકોને પસંદ પડી હતી. હવે આ બન્ને હિરોઇન મા બહન નામની એક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે એવા સમાચાર છે. આ ફિલ્મ તુમ્હારી સુલુ અને જલસા જેવી મહિલાપ્રધાન અને સંવેદનશીલ ફિલ્મોના ડિરેક્ટર સુરેશ ત્રિવેણી બનાવી રહ્યા છે.

Advertisement

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રવિ કિશન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે અને લીડ હીરોની શોધખોળ ચાલી રહી છે. આ ફિલ્મની વાર્તા હજી જાહેર નથી કરવામાં આવી, પણ મળતી માહિતી પ્રમાણે એમાં ડ્રામાની સાથોસાથ ઍક્શન અને થ્રિલ પણ હશે.

માધુરીએ હાલમાં પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પઆ વર્ષે હું મારી જાતને મોટો પડકાર આપવાની છું. મેં અત્યાર સુધી નથી કર્યું એવું કામ હું એકફિલ્મમાં કરવાની છું. માનવામાં આવે છે કે તેનો ઇશારો આ ફિલ્મ તરફ જ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement