‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા દો! સુપ્રીમે તત્કાળ સુનાવણીની માંગ નકારી
સુપ્રીમ કોર્ટે આજે દરજી ક્ધહૈયા લાલના હત્યા કેસ પર આધારિત ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના સ્ક્રીનિંગને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી નકારી કાઢી. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું, ફિલ્મ રિલીઝ થવા દો, જ્યારે અરજદારને ઉનાળાના વેકેશન પછી કોર્ટ ફરી ખુલે ત્યારે આ મામલો નિયમિત બેન્ચ સમક્ષ ઉઠાવવા કહ્યું. ક્ધહૈયા લાલ હત્યા કેસના આઠમા આરોપી મોહમ્મદ જાવેદ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થવાથી ચાલી રહેલી ટ્રાયલને પૂર્વગ્રહિત કરી શકાય છે અને તેના ન્યાયી ટ્રાયલના અધિકારને અસર થઈ શકે છે. તેમણે દલીલ કરી હતી કે ફિલ્મનું ટ્રેલર અને પ્રમોશનલ સામગ્રી સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક લાગે છે અને કોર્ટના ચુકાદા પહેલા જ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. જાવેદે કોર્ટને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી રિલીઝ પર રોક લગાવવા વિનંતી કરી.