કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીની પહેલી ઝલક બતાવી, રાખ્યું યુનિક નામ
બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ અઢી વર્ષ બાદ કિયારા અડવાણીએ જુલાઈમાં દીકરીને જન્મ આપ્યો હતો. હવે લગભગ 3 મહિના પછી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામકરણ કરીને તેના નામની જાહેરાત કરી છે. આ કપલે દીકરીનું નામ સરાયાહ અડવાણી રાખ્યું છે.
કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું, "અમારા આશીર્વાદથી લઈને અમારા આલિંગન સુધી. અમારા દિવ્ય આશીર્વાદ, અમારી રાજકુમારી... સરાયાહ મલ્હોત્રા.."
https://www.instagram.com/p/DRlpHaBiMd1/?utm_source=ig_web_copy_link
સરાયા શબ્દ હિબ્રુ ભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ "ભગવાન દ્વારા માર્ગદર્શન" અથવા "ભગવાનનું રાજ્ય" થાય છે, જેનો અર્થ એવી છોકરી છે જે સુરક્ષિત, અને આશીર્વાદથી ઘેરાયેલી છે. નામનો અર્થ રાજકુમારી જેવો છે. જો કે, આ દંપતીએ હજુ સુધી તેમની પુત્રીનું ફેસ રીવીલ કર્યું નથી.
દીકરીનું નામ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાનું નામ જોડીને સરાયાહ રાખ્યું છે. અહીં સિદ્ધાર્થના નામમાંથી ‘સ’ અને કિયારાના નામમાંથી ‘રા યા’ લીધું છે.
સિદ્ધાર્થ અને કિયારાએ 15 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેમની બાળકીની જાહેરાત કરતા લખ્યું હતું કે, અમારા હૃદય ખુશીઓથી ભરેલા છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમને એક વહાલી પુત્રીના આશીર્વાદ મળ્યા છે. કિયારા અને સિદ્ધાર્થ. આ દંપતીએ 2023 માં રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતા.