કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો
બોલીવુડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરઆંગણે ખુશીનો માહોલ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ દંપતીએ આ માહિતી બધા સાથે શેર કરી છે. આ સમાચાર આવ્યા પછી ચાહકો ખૂબ જ ખુશ છે.
વિકી અને કેટરિનાએ તેમના પુત્રનું દુનિયામાં સ્વાગત કરતી એક સંયુક્ત પોસ્ટ શેર કરી. દંપતીએ લખ્યું, "અમારી ખુશીઓની નાની ગિફ્ટ આવી ગઈ છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025 કેટરીના અને વિક્કી"
કેટરીના અને વિક્કીનાં લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયાં હતાં અને હવે લગભગ ચાર વર્ષ પછી આ ખુશી તેમના ઘરે આવી છે. આ સમાચાર મળતાની સાથે જ માત્ર ફેન્સ જ નહીં, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મનીષ પૉલે લખ્યું છે કે, "સમગ્ર પરિવાર અને ખાસ કરીને તમને બંનેને બાળક આવ્યા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ." રકુલ પ્રીત સિંહે પણ ખુશી વ્યક્ત કરી છે, જ્યારે અર્જુન કપૂર અને હુમા કુરેશીએ રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વરસાવ્યો છે.