ત્રણ વર્ષ બાદ કાજોલ મોટા પડદે, હોરર ફિલ્મમાં દેખાશે
અભિનેત્રી કાજોલ ત્રણ વર્ષ બાદ ફિલ્મ ‘મા’ દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહી છે. છેલ્લી વખત તે 2022માં ‘સલામ વેંકી’માં જોવા મળી હતી. હવે તે એક હોરર ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જેને અજય દેવગણ અને જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કાજોલે કહ્યું કે અજય દેવગણ એક ખૂબ જ અનુભવી પ્રોડ્યુસર છે. તેણે સ્ક્રિપ્ટથી લઈને મ્યુઝિક અને વીએફએક્સસુધી દરેક બાબતમાં ખૂબ ધ્યાન આપ્યું છે. કાજોલે કહ્યું કે અજય કહે છે કે વીએફએક્સની શૂટિંગ એક અલગ રમત છે અને તેમણે ઘણી માહિતી આપી છે.કાજોલે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું હોરર ફિલ્મ કરીશ, પણ હવે અમે અહીં છીએ.
મને ભારતીય પૌરાણિક કથાઓ ખૂબ જ પસંદ છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને ખૂબ જ ગમી. મને લાગે છે કે અમે એક સારી ફિલ્મ બનાવી છે. વિશાલ ફુરિયા દિગ્દર્શિત ‘માં’ ફિલ્મ 27 જૂન, 2025ના રિલીઝ થવાની છે. ફિલ્મને અજય દેવગણ અને આર. માધવનની ફિલ્મ ‘શૈતાન’ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. કાજોલે કહ્યું કે તે પોતાની વાપસીથી ખૂબ ઉત્સાહિત છે અને દર્શકોના પ્રતિસાદની રાહ જોઈ રહી છે.