ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જિગરાનું ટીઝર રિલીઝ, આલિયાનો એક્શન અવતાર જોઇ ચાહકો ખુશ

01:12 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement

11 ઓકટોબરના રિલીઝ થનાર ફિલ્મની આલિયા પ્રોડયુસર પણ છે

Advertisement

નિર્દેશક વાસન બાલાની નવી ક્રાઇમ થ્રિલર ‘જિગરા’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આમાં એન્ગ્રી યંગ વુમન બનેલી આલિયા ભટ્ટ નજરે પડી રહી છે. આ ટીઝર જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે. ટીઝરની શરૂઆત એક ભાવુક સીનથી થાય છે જ્યાં આલિયાનું બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એ માતાપિતા વગર મોટી થઇ. એ એનાં સંઘર્ષ વિશે વાત કરે છે. આલિયા આ જાણીને દુખી થઇ જાય છે કે એનો એકમાત્ર પરિવાર, એનો ભાઇ વેદાંગ રૈના જેલમાં બંધ છે. જેમ-જેમ ટીઝર આગળ આવે છે એમ આલિયા ભાઇને છોડાવવા માટે શું કરે છે તેની વાત છે.

ટીઝરમાં ફેમસ સોન્ગ ફૂલોં કા તારોં કા પણ સાંભળવામાં મળી રહ્યું છે. આમાં આલિયા વેદાંગ રૈનાને છોડાવવા માટેની કોશિશ કરી રહી છે. ટીઝરમાં અને હાઇ ઓક્ટેન એક્શન સીકવેન્સનું દ્રશ્ય છે જેમાં આલિયા ખૂબ સોલિડ લાગી રહી છે. એક સીનમાં આલિયા અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કરતા કહે છે કે આગામી એન્ગ્રી યંગ વુમન છે. ટીઝર સામે આવતાની સાથે લોકોનાં જાતજાતનાં રિએક્શન સામે આવી રહ્યાં છે. કેટલાંક ફેન્સ વસન બાલા અને આલિયા ભટ્ટને એક કિલર જોડી કહે છે. એક ફેન્સે કોમેન્ટ કરી છે કે આલિયા ભટ્ટનો ખતરનાક રૂપ છે. આ સાથે બીજા એક ફેન્સે લખ્યું છે કે, આલિયા માત્ર અભિનય નથી કરતી, એની ભૂમિકામાં જીવી પણ રહી છે.
11 ઓક્ટોબરનાં રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે ધ આર્ચીજ ફેમ વેદાંગ રૈના લીડ રોલમાં છે. ભાઇ-બહેનની આ કહાનીને આલિયા ભટ્ટ કરણ જોહરની સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છે. આલિયાનાં પ્રોડક્શન હાઉસમાં બનેલી આ પહેલી ફિલ્મ છે.

Tags :
ALIA BHATTEntertainmentEntertainment newsindiaindia newsJigra teaserJigra teaser release
Advertisement
Next Article
Advertisement